Posts

Showing posts from November, 2020

Failure is a blessing

Image
 રહી ગઈ યત્નમાં કાંઈ ખામી,  મળી મને નિષ્ફળતા.  કરી દિલોજાનથી મહેનત,  છતાં ના મળ્યું ધાર્યું પરિણામ.  હારી -થાકીને છોડ્યું લક્ષ્ય,  હિંમત ના કરી ફરી ઉભા થવાની.  સમજાવ્યું વારંવાર મનને,  છોડી લોકોના વિચાર, કર જાત પર વિશ્વાસ. નિષ્ફળતા તો એક વરદાન છે,  મળે છે તેમાંથી અનુભવ, જ્ઞાન અને શિખ.  ચુકી ગયા જો આ પગથિયું તો,  ફક્ત ઉપર જ ચડી શકાય છે.  પહોંચવા શિખરના કપરા ચઢાણ પર,  મળે છે મજબૂતાઈ આ વરદાનથી જ.                માણસના અનેક પ્રયત્નો કરવા છતાં તેને ઈચ્છેલું ધ્યેય પ્રાપ્ત ના થાય તો હતાશ થઈ જાય છે.તેની આજુબાજુની દુનિયામાં તેને કાંઈ જ સારૂ દેખાતું નથી, તેની પર સતત નિરાશાના વાદળો જ છવાયેલા રહે છે.તે વિચારે છે કે મે ધ્યેય પૂરું કરવામાં શું બાકી રાખ્યું? મારો જીવ રેડી દીધો. છતાં, હું નિષ્ફળ થયો.તેના મનમાં વૈચારિક પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે.સતત નિરાશાના નકારાત્મક વિચારોથી માણસ ઘણી વખત ગંભીર પગલું પણ ભરી બેસે છે.                માણસ મોટા ભાગે પડ્યા પછી ફરી...