Prayer has power
ભલે ના દેખાય તમારો ચહેરો, પણ સૃષ્ટિના કણેકણ માં છો તમે. જયારે જીવનમાં સર્જાય છે કપરા સંજોગો, ત્યારે અંદરથી ઉદ્દભવતા આત્મવિશ્વાસમાં છો તમે. થાય છે મારી સહૃદય કરેલી પ્રાર્થનાનો સ્વીકાર, ત્યારે થતા અમૂલ્ય અહેસાસમાં છો તમે. છે મારા માટે જે અયોગ્ય, તેના આપેલા દૈવી સંદેશામાં છો તમે. ઈશ્વરે કરેલું આ સૃષ્ટિનું સર્જન અદ્ભૂત છે. તેમાં પણ તેના બનાવેલા માનવીની રચના તો તેની ઉત્તમ કારીગરી છે. કેમકે, માનવીની અંદર ઈશ્વરે લાગણીઓ, સંવેદનાનો સ્ત્રોત ઉમેર્યો છે. આ જગતના કણેકણમાં પ્રભુ બિરાજમાન છે. બસ, તેને નીરખવા માટે આંતરદ્રષ્ટિ કેળવવાની આવશ્યકતા છે. મનુષ્ય પર જયારે આફતોના વાદળ સર્જાય છે ત્યારે તે હિંમત હારીને નિરાશ થઈ જાય છે, ભગવાન પરનો વિશ્વાસ ગુમાવી દે છે. આ સંજોગોમાં માનવીએ ઈશ્વર પર શ્રદ્ધા દાખવવી જોઈએ. જયારે જયારે જીવનમાં સંકટ સર્જાય છે ત્યારે તેનો સામનો કરવાની અદમ્ય શક્તિ પણ તેની સાથે જન્મ લે છે. તેના માટે આંતરદ્રષ્ટિ ...