Prayer has power

ભલે ના દેખાય તમારો ચહેરો, 
પણ સૃષ્ટિના કણેકણ માં છો તમે.
જયારે  જીવનમાં સર્જાય છે કપરા સંજોગો, 
ત્યારે અંદરથી ઉદ્દભવતા આત્મવિશ્વાસમાં છો તમે. 
થાય છે મારી સહૃદય કરેલી પ્રાર્થનાનો સ્વીકાર, 
ત્યારે થતા અમૂલ્ય અહેસાસમાં છો તમે.  
છે મારા માટે જે અયોગ્ય, 
તેના આપેલા દૈવી સંદેશામાં છો તમે. 
     
             ઈશ્વરે કરેલું આ સૃષ્ટિનું સર્જન અદ્ભૂત છે. તેમાં પણ તેના બનાવેલા માનવીની રચના તો તેની ઉત્તમ કારીગરી છે. કેમકે, માનવીની અંદર ઈશ્વરે લાગણીઓ, સંવેદનાનો સ્ત્રોત ઉમેર્યો છે. આ જગતના કણેકણમાં પ્રભુ બિરાજમાન છે. બસ, તેને નીરખવા માટે આંતરદ્રષ્ટિ કેળવવાની આવશ્યકતા છે. 
              મનુષ્ય પર જયારે આફતોના વાદળ સર્જાય છે ત્યારે તે હિંમત હારીને નિરાશ થઈ જાય છે, ભગવાન પરનો વિશ્વાસ ગુમાવી  દે છે. આ સંજોગોમાં માનવીએ ઈશ્વર પર શ્રદ્ધા દાખવવી જોઈએ. જયારે જયારે જીવનમાં સંકટ સર્જાય છે ત્યારે તેનો સામનો કરવાની અદમ્ય શક્તિ પણ તેની સાથે જન્મ લે છે. તેના માટે આંતરદ્રષ્ટિ કેળવી કુદરત અને માનવી વચ્ચેના શ્રેષ્ઠ સંવાદની આવશ્યકતા છે. આ શ્રેષ્ઠ સંવાદ એટલે પ્રાર્થના. સાચા દિલથી, નિસ્વાર્થ ભાવે અને સહૃદય કરેલી પ્રાર્થનાનો સ્વીકાર થાય છે અને થાય છે જ. આ એક અટલ સત્ય છે. દુનિયાની બધી શક્તિઓ અને બ્રહ્માડનું કણેકણ આ સાચા દિલથી કરેલી પ્રાર્થનાના સ્વીકાર માટે કામે લાગી જાય છે. ફક્ત માનવીએ કુદરતની શક્તિ પર શ્રદ્ધા અને ધીરજ રાખવી જરૂરી છે. 
              મારા જીવનમાં જયારે પણ સંકટનો સમય આવ્યો ત્યારે અંદરથી અલગ જ પ્રકારના આત્મવિશ્વાસનો ઉદભવ થયો અને કુદરતના આ દૈવી સંદેશાથી જ મારી તેમના પ્રત્યેની શ્રધ્ધા બળવત્તર બનતી રહી. તે સાથે હતા, છે અને હંમેશા રહેશે...... 
              અત્યારે પણ આ સૃષ્ટિ પર મહામારીનું સંકટ આવ્યું છે ત્યારે સૌએ ઈશ્વરની મરજી માની તેની સામે લડવું જોઈએ. સાચા દિલથી, નિસ્વાર્થ ભાવે અને સહૃદય પ્રાર્થના કે જલ્દી થી જલ્દી આ દુનિયાને ફરીથી મુક્તપણે જીવવા જેવી બનાવે બહુ વિનાશ થયો, હવે કૃપા કરો પ્રભુ, હવે આ મહામારીથી દુનિયાને મુક્ત કરો, સૌને શક્તિ, શાંતિ અને સંતોષ અર્પો. સૌનું ભલું કરો....... 
       ધારા મનિષ ગડારા "ગતિ"



    English translate 


   Even if your face is not visible,

 But you are in the crumbs of creation.

 When difficult circumstances arise in life,

 Then you are in the confidence that arises from within.

 My heartfelt prayer is accepted,

 Then you are in the priceless realization.

 Which is inappropriate for me,

 You are in his divine message.


 The creation of this creation by God is wonderful.  Even in that, the creation of human beings is his excellent workmanship.  Because, within man, God has added a source of emotions, sensations.  The Lord is sitting in the dust of this world.  Simply put, insights need to be cultivated.

 When a cloud of calamities befalls man, he loses courage and despairs, loses faith in God.  In these circumstances man must show faith in God.  Whenever there is a crisis in life, the indomitable power to face it is also born with it.  Cultivating insight requires the best communication between nature and human beings.  The best dialogue is prayer.  A sincere, selfless and heartfelt prayer is accepted and done.  This is an inescapable truth.  All the powers of the world and the particles of the universe are at work to accept this sincere prayer.  Only human beings need to have faith and patience in the power of nature.

 Whenever there was a crisis in my life, a different kind of self-confidence arose from within and it was this divine message of nature that strengthened my faith in him.  It was, is and always will be ......

 Even now, when there is a plague on this creation, everyone should fight against it by doing God's will.  With sincere heart, selfless prayer and heartfelt prayer that soon this world will be like to live freely again. There was a lot of destruction.Now please Lord, now free the world from this plague, grant strength, peace and contentment to all.  Do everything well.

 Dhara Manish Gadara "Gati"

Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow