Housewives of Indian society

બાળપણ થી યુવાની સુધી ચાલી પપ્પાની ઈચ્છા, હવે શ્વાસોના માલિક પતિ સાસુ સસરા. નાનું કુમળું મન પારકા ઘરના નામથી ડરતું, આ પારકા ઘરને ક્યારે બનાવી શકીશ પોતાનું? ઘર-ઘરતાંની રમત રમતાં આવી પહોંચી યુવાની, જિંદગીની રમત રમતાં બની શ્રેષ્ઠ ગૃહિણી. સવારથી સાંજ સુધી હોય અનેક ફરજ, તોય લાગે સાવ નવરાં વ્યક્તિનું લેબલ. નાની આંખોએ જોયા હતાં કંઈ કેટલાય સ્વપન, જવાબદારીના ભાર તળે દટાયા કેટલાય સ્વપન. છે જિંદગીની ગતિને કર્મ પર અડગ વિશ્વાસ, ધીરજ ધરતાં જરૂર મળશે આત્મજ્યોતનો સહવાસ. હા, હું ગૃહિણીની વાત કરી રહી છું. ભારતીય સમાજમાં એક ગૃહિણીથી જ ઘરની શોભા વધે છે. તેના વગરનું ઘર ફક્ત એક મકાન કહેવાય છે. એક મકાનમાં રહેનાર સૌની સવારથી સાંજ સુધી નાની મોટી જરૂરિયાતો પુરી કરનાર અને બધાની સારસંભાળ રાખનાર વ્યક્તિથી જ મકાન ઘર બને છે. એક ગૃહિણીથી ઘરના તમામ સદસ્યો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એક પરિવારનું નિર્માણ થાય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ફરજ સૌ પ્રથમ તેના પરિવાર માટે...