Housewives of Indian society

બાળપણ થી યુવાની સુધી ચાલી પપ્પાની ઈચ્છા, 
હવે શ્વાસોના માલિક પતિ સાસુ સસરા.

નાનું કુમળું મન પારકા ઘરના નામથી ડરતું, 
આ પારકા ઘરને ક્યારે બનાવી શકીશ પોતાનું? 

ઘર-ઘરતાંની રમત રમતાં આવી પહોંચી યુવાની, 
જિંદગીની રમત રમતાં બની શ્રેષ્ઠ ગૃહિણી.

સવારથી સાંજ સુધી હોય અનેક ફરજ, 
તોય લાગે સાવ નવરાં વ્યક્તિનું લેબલ.

નાની આંખોએ જોયા હતાં કંઈ કેટલાય સ્વપન, 
જવાબદારીના ભાર તળે દટાયા કેટલાય સ્વપન.

છે જિંદગીની ગતિને કર્મ પર અડગ વિશ્વાસ, 
ધીરજ ધરતાં જરૂર મળશે આત્મજ્યોતનો સહવાસ.
          
         હા, હું ગૃહિણીની વાત કરી રહી છું. ભારતીય સમાજમાં એક ગૃહિણીથી જ ઘરની શોભા વધે છે. તેના વગરનું ઘર ફક્ત એક મકાન કહેવાય છે. એક મકાનમાં રહેનાર સૌની સવારથી સાંજ સુધી નાની મોટી જરૂરિયાતો પુરી કરનાર અને બધાની સારસંભાળ રાખનાર વ્યક્તિથી જ મકાન ઘર બને છે. 
       એક ગૃહિણીથી ઘરના તમામ સદસ્યો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એક પરિવારનું નિર્માણ થાય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ફરજ સૌ પ્રથમ તેના પરિવાર માટે હોવી જોઈએ, કેમકે, તેને એ કુદરતી બક્ષિસ મળેલી હોય છે. આ કુદરતી ગુણોથી તો તે એક ગૃહનું નિર્માણ કરી એક ગૃહિણી બને છે. 
          સાથે -સાથે પરિવારે પણ તેના કાર્યની કદર કરવી જોઈએ, તેની ઈચ્છાઓ -સપનાઓ પુરા કરવામાં સાથ -સહકાર આપવો જોઈએ. ઘરની જવાબદારીઓ આવી જતા ત્યાગેલા સપનાઓને પુરા કરવામાં પરિવારે તેને હિંમત આપવી જોઈએ.પહેલાના સમયથી લઈને અત્યારના આધુનિક સમયમાં સ્ત્રીઓ બેવડી જવાબદારીઓ નિભાવતી આવી છે. પહેલાના સમયમાં પણ સ્ત્રીઓ ઘરની સાથે ખેતીકામ કરતી અને અત્યારે તે બહારના કામ માટે વર્કિંગ વુમન કહેવાય છે. ફરક એટલો છે કે ત્યારે સ્ત્રીઓ શિક્ષિત ના હોવાથી ઘર માટે પોતાની જાતને ત્યાગી દેતી, સપનાઓ મારી નાખતી, પોતાના વારંવાર થતા અપમાનને સાહજિક વાત માનીને જિંદગીને જીવતી જયારે અત્યારની આધુનિક સ્ત્રીને પોતાના સપનાઓને જીવવા છે, આગળ વધવું છે અને સાથે -સાથે પરિવારની જવાબદારી પણ નિભાવવી છે. તેને પોતાના અપમાન અને માન-સન્માનનો ભેદ શિક્ષિત હોવાથી સમજાય ગયો છે. પોતાના સપનાઓને ત્યાગીને પોતાની ફરજ નિભાવતી સ્ત્રી બદલામાં તેનું અપમાન ના થાય ને  તેના કાર્યની કદરની અપેક્ષા રાખે તો એમાં ખોટું શું છે? 
      ગૃહિણી પણ એક માણસ જ છે. તેને પણ પોતાના સપનાઓને ખુલા દિલથી  જીવવાનો,તેનું કર્મ કરવાનો  અને સ્વાભિમાન જાળવવાનો અધિકાર છે. 
                ધારા મનિષ ગડારા "ગતિ "


English Translate 

       
                   
Daddy's wish from childhood to youth,

 Now the owner of the breaths is the husband-in-law.


 The little witty mind is afraid of the name of the parka house,

 When will I be able to make this parka house my own?


 Reached youth playing house-to-house games,

 Becoming the best housewife by playing the game of life.


 There are many duties from morning to evening,

 It looks like a brand new person.


 How many dreams were seen with small eyes,

 How many dreams under the burden of responsibility.


 There is a firm belief in the speed of life, karma,

 The cohabitation of Atmajyot will be required with patience.



 Yes, I'm talking housewife.  In Indian society, only a housewife enhances the beauty of the house.  A house without it is just a building.  A house is built by a person who takes care of all the small and big needs and takes care of everyone from morning to evening.

 From one housewife all the members of the household are connected to each other and a family is formed.  According to Indian culture, his duty should be to her family first, as She has received that natural gift.  With these natural qualities, she builds a house and becomes a housewife.

 At the same time, the family should appreciate her work, co-operate in fulfilling her desires and dreams.  The family should give her the courage to fulfill her abandoned dreams when it comes to household responsibilities. From time immemorial to modern times, women have been fulfilling double responsibilities.  Even in earlier times women used to farm with the house and now she is called Working Woman for outside work.  The difference is that when women are uneducated, they abandon themselves for the home, kill their dreams, live a life of instinctive humiliation, while today's modern woman has to live her dreams, move forward and fulfill her family responsibilities at the same time. She understands the difference between insult and self-respect by being educated.  What is wrong if a woman who abandons her dreams and does her duty does not get insulted in return and expects her work to be appreciated?

 The housewife is also a man.  She also has the right to live her dreams with an open heart, to do her deeds and to maintain his self-esteem.

 Dhara Manish Gadara "Gati"








Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow