The pain we experience does not reach others, such feelings and actions become immortal.
મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમેં વેઠ્યા, તે બીજા પણ વેઠે, તો તેમને ખ્યાલ આવશે, કે અમેં કેટલો સંઘર્ષ કર્યો." જયારે અમુક લોકોના કાર્ય એવા હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમે સહન કર્યા, તે બીજાએ ના કરવા પડે." તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહીને પોતે ભલે તાપ વેઠ્યો, પણ, બીજા માટે છાંયડાની ટાઢક પાથરતા જાય છે. બીજાને પીડા ના થાય અથવા પીડા પર મલમ લગાવી રાહત આપવાના કાર્ય કરતા અમુક લોકોના જીવને ભલે પીડા વેઠી, પણ, બીજાના જીવનને સુધારી, તેમની યાદોની, કર્મની મીઠી સુવાસમાં સદા જીવતા હોય છે.
મેં સહન કર્યુ,
એટલે બીજાને પણ તે કષ્ટ પડવા જ જોઈએ.
તેવું ભાવ જગત જીવનને, અંતે આત્માને દુર્ગતિ તરફ લઈ જાય છે.
મેં સહન કર્યુ,
હવે એવું બીજા સાથે ના થાય,
તેવી લાગણીઓ અને કાર્યો,
ભલે જીવનમાં કષ્ટ ભોગવ્યા હોય,
પણ, અંતે જીવન અને આત્મા સદ્દગતિ પામે છે.
ધ્રુવ દાદાની નવલકથા "કર્ણલોક"માં દુર્ગા નામના પાત્રનું ખૂબ સરસ આલેખન કર્યુ છે. અનાથઆશ્રમમાં ઉછરેલી બાળાને મોટી થાય, ત્યાં સુધી કોઈ દત્તક લઈ જતું નથી. કેમકે, તે કચરાના ઢગલા પરથી કુતરાઓ ઢસડીને લઈ જતા હતા, તેવી રીતે મળી આવેલી. તેને કેટલીય બીમારીઓ હશે, કે કોઈ કારણસર તેને દત્તક લેવા આવનાર પસંદ કરતુ નહીં.
અનાથાલયમાં કોઈ દાતા બાળક માટે ભેટ સોગાદો મોકલે, તે બાળકો સુધી પહોંચતું જ નહીં. મોટી થતી જતી દુર્ગાએ બધી વસ્તુઓમાં થતો ગેરવહીવટ અનુભવ્યો. બધા બાળકોની પ્રેમેથી સંભાળ રાખતી દુર્ગા કોઈ પણ રીતે બાળકોની વસ્તુઓ બાળકો સુધી પહોંચાડતી, પોતે તેમાંથી કાંઈ પણ ના લેતી, ભૂખી રહેતી, પણ, બાળકોના હકનું કોઈ પણ ભોગે અપાવીને જ રહેતી. દત્તક લેવા આવનારને બાળકો મહેમાન કહીને સંબોધતા. બાળકોને અહીંથી કોઈ પણ રીતે મહેમાન લઈ જાય તેવા સતત પ્રયાસો કરતી રહેતી. ભલે પોતે અહીંનું બધું જોઈને મોટી થઈ, ઘણા દુઃખો વેઠ્યા, ઘણા કડવા વેણો સાંભળ્યા, પણ નાના ભૂલકાથી લઈને મોટા થતા જતા બાળકોને સુંદર જીવન અપાવવા તત્પર રહેતી. દુર્ગાએ ભલે પીડાઓ સહન કરી, પણ, તેના કાર્યોએ ઘણી જિંદગીઓ સુધારી. એ સૌના જીવનની યાદોમાં અમર બની ગઈ.આ વાર્તામાં બીજું ઘણું બધું શીખવા જેવું છે.
વાંચન દરમ્યાન મને સ્પર્શલો આ અનુભવ આપણા જીવનને પણ અસર કરે છે. આપણે સમાજ માટે ભલે કાંઈ ના કરી શકીએ, પણ, આપણી આસપાસ વસતા લોકો માટે, આપણી સાથે જોડાયેલા લોકો માટે શક્ય તેટલું સારૂ કરી શકીએ, ભલે આપણા જીવનમાં પણ સમસ્યાઓ હોય. એ સમસ્યાઓનું સમાધાન કરી, બીજાના જીવનને ઉન્નત બનાવવાનું કાર્ય કરીએ, ભલે તેનું સ્વરૂપ નાનું હોય, પણ, આપણું તેમના પ્રત્યેનું ભાવજગત મોટુ હોવાથી સકારાત્મક રીતે તેમને સ્પર્શે જ છે.
મને મળી પીડા,
પણ, બીજાને ના મળે.
એ ભાવના બીજાને રાહત આપવાની સાથે જાત માટેનો પણ મલમ છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Most people believe that " others suffer the same pain, suffering, and suffering that we endure, they will realize how much we have struggled."
While some people's actions are such that "others should not have to suffer the same pain, suffering, and suffering that we endure." For that, they constantly strive and even if they themselves suffer, they spread a shade for others. Some people, by working to prevent others from suffering or to provide relief by applying ointment to their pain, may suffer in their lives, but they always live in the sweet fragrance of their memories and karma by improving the lives of others.
I suffered,
So others must also suffer.
Such a feeling leads the life, and ultimately the soul, to misery.
I endured,
Now such things should not happen to others,
Such feelings and actions,
Even if one suffers in life,
But, in the end, life and soul attain virtue.
In Dhruv Dada's novel "Karnalok", a character named Durga has been beautifully described. A girl raised in an orphanage is not adopted by anyone until she grows up. Because, she was found dragging dogs from a garbage dump. She must have so many diseases or for some reason, no one would choose to adopt her.
Even if a donor sends gifts for a children in the orphanage, it does not reach to the children. As Durga grows up, she feels the mismanagement in everything. Durga, who took care of all the children with love, would deliver the children's things to the children in any way, would not take anything from them herself, would remain hungry, but would always give the children their rights at any cost. The children would address those who came to adopt as guests. She would constantly make efforts to take the children away from here in any way. Even though she grew up seeing everything here, suffered a lot of pain, heard many bitter words, she was ready to give a beautiful life to the children. Even though Durga suffered pain, her deeds improved many lives. She became immortal in the memories of everyone's lives. There is much more to learn in this story.
This experience that touched me while reading also affects our lives. Even if we cannot do anything for the society, we can do as much good as possible for the people living around us, for the people connected to us, even if there are problems in our lives too. Let us work to resolve those problems and improve the lives of others, even if their form is small, but our emotional world towards them is big and therefore touches them in a positive way.
I have experienced pain,
But others do not.
That feeling not only gives relief to others but is also a relief for ourselves.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment