Posts

Showing posts with the label Struggle

A true warrior

Image
 જીવન એક સંગ્રામ છે,  ક્યારેક આશા તો ક્યારેક નિરાશા છે.  તકલીફમાંથી તક શોધવી એ સાચી વીરતા છે.  નિભાવીએ ફરજ એક યોદ્ધાની,  ક્યારેક હાર તો ક્યારેક જીત છે.  આત્મવિશ્વાસથી જે લડે છે જિંદગીનો જંગ, એ  જ સાચો શૂરવીર છે.             જીવન એક સંઘર્ષ છે.ખરેખર તો સંઘર્ષ વિનાનું જીવન હોય જ નહીં. બહારથી બધું બરાબર લાગતું હોય તેવા માનવીની અંદર પણ એક સંઘર્ષ ચાલતો જ હોય છે. કોઈ સંઘર્ષની સામે હારી જાય છે તો કોઈ તેની સામે બાથ ભીડે છે. આ સંઘર્ષોની સામે હિંમતથી, આત્મવિશ્વાસથી લડીએ, જે મળ્યું હાર કે જીત તે ઈશ્વરની મરજી માનીને ઈશ્વરે આપેલા આ અમૂલ્ય જીવનને માણતા રહીએ.....               બધાને આ જીવનની દોડમાં આગળ નિકળી જવુ છે, બધાને પોતાની જિંદગી બહેતર બનાવવી છે પણ જેના માટે પ્રયત્નો કરીએ છીએ તેને તો ભૂલી જ જઈએ છીએ, એટલેકે, આ જિંદગી ને સારી બનાવાના પ્રયત્નોમાં તેને જ આપણે જીવતા નથી. નાની નાની બાબતોની ખુશી, સ્મિત આનંદ, શાંતિ, સંતોષ એ તો કંઈ મળતું નથી ને ઉલ્ટાનું વધારે તણાવમાં આવી જઈએ છીએ.      ...