A true warrior

 જીવન એક સંગ્રામ છે, 
ક્યારેક આશા તો ક્યારેક નિરાશા છે. 
તકલીફમાંથી તક શોધવી એ સાચી વીરતા છે. 
નિભાવીએ ફરજ એક યોદ્ધાની, 
ક્યારેક હાર તો ક્યારેક જીત છે. 
આત્મવિશ્વાસથી જે લડે છે જિંદગીનો જંગ,
એ  જ સાચો શૂરવીર છે.


            જીવન એક સંઘર્ષ છે.ખરેખર તો સંઘર્ષ વિનાનું જીવન હોય જ નહીં. બહારથી બધું બરાબર લાગતું હોય તેવા માનવીની અંદર પણ એક સંઘર્ષ ચાલતો જ હોય છે. કોઈ સંઘર્ષની સામે હારી જાય છે તો કોઈ તેની સામે બાથ ભીડે છે. આ સંઘર્ષોની સામે હિંમતથી, આત્મવિશ્વાસથી લડીએ, જે મળ્યું હાર કે જીત તે ઈશ્વરની મરજી માનીને ઈશ્વરે આપેલા આ અમૂલ્ય જીવનને માણતા રહીએ..... 
             બધાને આ જીવનની દોડમાં આગળ નિકળી જવુ છે, બધાને પોતાની જિંદગી બહેતર બનાવવી છે પણ જેના માટે પ્રયત્નો કરીએ છીએ તેને તો ભૂલી જ જઈએ છીએ, એટલેકે, આ જિંદગી ને સારી બનાવાના પ્રયત્નોમાં તેને જ આપણે જીવતા નથી. નાની નાની બાબતોની ખુશી, સ્મિત આનંદ, શાંતિ, સંતોષ એ તો કંઈ મળતું નથી ને ઉલ્ટાનું વધારે તણાવમાં આવી જઈએ છીએ. 
             એક વાત યાદ રાખવી જોઈએ, જીવનમાં  સંઘર્ષ છે તો છે જ, એ ક્યાંય નથી જવાનો.એ આપણા પર છે કે આપણે તેને નકારાત્મકતાથી લઈને તાણમાં જ જિંદગીનો ઢસરડો કરવો કે હકારાત્મકતાથી લઈને સંઘર્ષનો સામનો કરીને જિંદગીને ખુલા દિલથી જીવવી. સંઘર્ષ આંતરિક હોય કે બાહ્ય મજબૂત મનોબળ સાથે તેની સામે બાથ ભીડીએ ને ઈશ્વરની મરજી માનીને, તે સંજોગોનો સ્વીકાર કરીને પૂરી શાંતિ અને સંતોષ સાથે કુદરતની બક્ષિસ સ્વરૂપે મળેલા આ શ્વાસોને જીવી લઈએ..... 
              ધારા મનિષ ગડારા "ગતિ"



English Translate 



             
    
Life is a struggle,

 Sometimes there is hope, sometimes there is despair.

 Finding an opportunity out of adversity is true heroism.

 A warrior performing duty,

 Sometimes defeat is sometimes victory.

 The battle of life that fights with confidence,

 He is a true warrior.



 Life is a struggle. In fact, there is no life without conflict.  There is a struggle going on even inside a human being who seems to have everything right from the outside.  If one loses in the face of conflict, one fights in it.  Let us fight against these struggles with courage, with self-confidence, let us continue to enjoy this precious life given by God by believing that victory or defeat is God's will .....

 Everyone has to get ahead in the race of this life, everyone has to make their life better but we forget what we strive for, that is, we do not live it in the effort to make this life better.  Happiness, smiles, joy, peace, contentment of small things are not found and on the contrary we get more stressed.

 One thing to remember is that if there is a struggle in life, it is going nowhere. It is up to us to take it from negativity to stress and to live life with an open heart by facing the struggle from positivity.  Whether the struggle is internal or external, let us take a fight in front of it with strong morale and obey the will of God, accept those circumstances and live these breaths received as a gift of nature with complete peace and contentment .....

 Dhara Manish Gadara "Gati"




 






Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow