Do not fulfill responsibilities at the cost of self respect.
જીવનમાં બને ત્યાં સુધી જતું કરવું, સંઘર્ષ કરવો. પણ, આત્મસન્માનના ભોગે નહીં. આત્મસન્માનથી વિશેષ મૂલ્યવાન કશું જ નથી. કોઈનું હિત થાય, તેના મુશ્કેલીના સમયમાં હું પણું દાખવ્યા વગર સંપૂર્ણ સાથ આપીએ, ત્યાં સુધી કે, અમુક બાબતોનો તેને ખ્યાલ પણ ના આવવા દઈએ ને જાતને અગવડતા આપીને તેમને સગવડતા આપીએ. આ બધું તમને મળશે એવી ભાવનાથી જો કાર્ય કરતા હોય, તો ના કરવું. કેમકે, તે તો સ્વાર્થની ભાવનાથી થયું કહેવાય.
કરેલા કાર્યની નોંધ ના લેવાય, તો કાંઈ નહીં. કેમકે, ઈશ્વરે તમને શક્તિ અને સમજ આપ્યા છે, એટલા માટે તમે કરી શક્યા. જો, શક્તિ અને સમજ હોવા છતાં, તમે અન્યનું કાંઈ ના કરી શકો, તો, તમે ઈશ્વરના જ ઋણી બની રેહશો.
પણ, જેમનું હિતકારી ઈચ્છવા અને કરવા છતાં, જો, તમારી ઉપસ્થિતિની અવગણના કરવામાં આવે, તો ત્યાંથી અટકી જવા માટે ઈશ્વર પણ આપણને દોષિત ના ઠેરવી શકે.
જો તમે અટકશો, તો જ તેમને તમારી ઉપસ્થિતિનો તો ખ્યાલ આવશે, સાથે-સાથે તેમની જવાબદારીઓ શું છે, તે સમજી શકશે. સતત સગવડતાઓ અંદરથી ખોખલા બનાવે છે. તમારા અન્ય માટેના કાર્ય માટે અટકી જવાથી, કદાચ તેમના માટે ખરા અર્થમાં હિતકારી પણ હોય શકે. પોતે પોતાનું કાર્ય જાતે કરતા શીખી શકે ને બીજું બીજાની ઉપસ્થિતિનું મહત્વ સમજી શકે.
જીવન સર્જાયું છે ઘસાઈ જવા માટે,
કર્યુ તેનો જશ મેળવવા માટે નહીં,
પણ, જયારે ઘવાઈ આત્મસન્માન,
જાતને અટકાવી લેવી ત્યાંથી,
તેના પણ ફાયદાઓ રહેશે,
એક તો જેના માટે ઘસાયા,
તે પોતે પોતાના માટે જવાબદારી લેશે,
ને બીજું કે,
તમારી હાજરીની મનમાં તો મનમાં પણ નોંધ લેવાશે.
ધારા મનિષ ગડારા "ગતિ".
English Translation
To let go as far as possible in life, to struggle. But not at the cost of self-respect. There is nothing more valuable than self-respect.
If it is in someone's interest, to support them completely in their time of difficulty without showing our own self, to the point of not letting them even realize some things and making ourselves uncomfortable to provide them with convenience. If you are working with the feeling that you will get all this, then do not do it. Because, it is said to have been done with a sense of selfishness.
If the work done is not noted, then nothing. Because, God has given you strength and understanding, that is why you were able to do it. If, despite having strength and understanding, you cannot do anything for others, then, you will remain indebted to God.
But, despite wanting and doing the welfare of those who ignored our presence, then even God cannot blame us for stopping there.
When you stop, they will realize your presence, and at the same time, they will understand what their responsibilities are. Constant conveniences create a hollowness inside. By stopping your work for others, it may actually be beneficial for them. They can learn to do their own work themselves and they can understand the importance of the presence of ours.
Life is created to be worn out,
not to get the glory of what they have done,
but, when the self-respect is hurt,
from there stop ur self,
there will also be benefits,
one is that the one for whom you wore out,
They themselves will take responsibility.
and the other is that,
your presence will be noted in their mind.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment