Posts

Showing posts from September, 2026

Good deed from heart are real capital of life.

Image
  સ્વની સાથે જયારે સર્વનો વિચાર કરીએ ત્યારે આપોઆપ મન આનંદ અનુભવે છે. જયારે ફક્ત સ્વના સુખનો જ વિચાર કરનારના મનને સતત ફરિયાદો જ હોય છે, કંઈક ને કંઈક ઘટતું જ હોય છે. સ્વ સુખ માટે અન્યને નુકશાન કરનારનું મન સતત અજંપા અને ડરમાં જ રહે છે. બધુ મેળવીને ડરમાં-અજંપામાં રેહનાર કરતા બધુ આપીને, આનંદમાં રેહનાર વધારે સુખી છે. જેમને જીવનમાં બધું જ મળેલું હોય, છતાં ફરિયાદો જ હોય, તેઓ ક્યારેય ખુશ નથી રહી શકતા. કેમકે, તેઓ બીજાની સરખામણી કરીને જે નથી મળ્યું એનું દુઃખ વાગોળ્યા કરે છે. તમે જો બીજાની સરખામણીથી જીવનને જોતા હોય તો, બીજાને શું નથી મળ્યું જીવનમાં એ પણ જોવું જોઈએ. કેમકે, બધાને બધુ નથી મળતું. પણ, દુઃખી માણસ સર્વસ્વ હોવા છતાં, ત્રુટિઓ જે હકીકતમાં હોતી નથી, એ વિચારીને દુઃખી થયા કરે. આપણી પાસે રહેલા સ્ત્રોતો કે શક્તિમાંથી સાચી રીતે બીજાને ઉપયોગી થઈએ ત્યારે મળતી ખુશી અલગ જ હોય છે. એમાં સ્વની સાથે સર્વના સુખનો ખ્યાલ સમાયેલો છે. ઘણા લોકોને ફરિયાદ કરતા સાંભળીએ કે, "આજના વ્યસ્ત અને મોંઘવારીના સમયમાં અમે અમારું નથી કરી શકતા, એમાં બીજાનું કઈ રીતે કરવું." એમની વાત પણ સાચી છે. પણ, અહીં બીજાના સુખ મા...

OPERATION SAFED SAGAR

Image
 વેબ સિરીઝમાં ગંદી ભાષા, ગાળો અને વલ્ગર સીન જોઈને બગડેલી અને પોતાને કુલ સમજતી જેન ઝીએ કંઈક શીખવા, કંઈક જાણવા મળે એવી વેબસિરીઝ પણ જોવી જોઈએ. એક પણ ખરાબ શબ્દ વગર  બનેલી અને રાષ્ટ્ર માટે કુરબાન થનારા વીરોની બહાદુરી બતાવતી" ઓપરેશન સફેદ સાગર" સિરીઝ બનાવનાર, અભિનય કરીને પાત્રમાં જીવંતતા લાવનાર કલાકારોનું કામ ઘણું પ્રશંસનીય છે. 1999ના કારગિલ યુદ્વમાં પાકિસ્તાને કેવી કુટનીતિ કરી, ઊંચાઈનો લાભ લઈને આપણા વીરો પર ગોળીબાર કરતા, તેમને મળતી સપ્લાય તેમના સુધી પહોંચવા ના દેતા, તે સમયે ફક્ત વાયુસેના તેમને મદદરૂપ થઈ શકે તેમ હતી. 18000 ફિટની ઊંચાઈ પર આપણી જમીન પર કબ્જો જમાવનાર કાયરો સુધી પહોંચવા 20000 સુધી જઈ શકે તેવા ફાઈટર જેટ આપણી પાસે ન હતા, તે દુશ્મનો પણ જાણતા હતા, હવે એ જ ઊંચાઈ પર જનારા આપણા પાયલોટને એ મિસાઈલથી લોક કરીને પાયલોટ સહીત જેટને ક્રેશ કરી નાખતા. પાયલોટને ઉપરથી બરફની સફેદી સિવાય કંઈ જ ના દેખાય, એટલે આપણી વાયુ સેના અને આર્મી માટે માર્ગ સાવ ધુંઘણો. તેમ છતાં આર્મીના જવાનો પોતાનો ખાવાનો સમાન અને હથિયારો લઈને રાતના સમયે રાગાડોળાતા ઉપર ચડતા, પુરી શક્તિ વજન ઉપાડીને ઉપર ચડવામાં લગાવ્યા...