Human nature always understands value only after having a bad experience.
જીવનમાં જયારે વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનો ખરાબ અનુભવ થાય પછી જ સારી વસ્તુ, વ્યક્તિ કે સુખદ ઘટનાનું મૂલ્ય સમજાતું હોય છે. જીવનમાં જે સરળતાથી મળી જતું હોય, તેનું મૂલ્ય માનવ સ્વભાવને ત્યારે જ સમજાઈ, જયારે તે હયાત ના હોય અથવા તેના બદલે સરખી જ પરિસ્થિતિ માટે કોઈ ખરાબ અનુભવ મળ્યો હોય, પછી ભલે તે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે ઘટના હોય. રોજબરોજના જીવનમાં આપણને એટલી અઢળક સુવિધાઓ મળી છે, એ સુવિધાઓ ભોગવતા હોય, ત્યારે તેનો વેડફાટ બેફિકર કરીએ છીએ, જયારે તે જ વસ્તુ થોડા સમય માટે ના મળે, તો સતત તેની ઉણપ જ વર્તાયા કરે. જેમ કે ઘરમાં પાણી આવતું હોય, તો તેનો બગાડ કરવામાં આપણે પાછું વળીને જોતા નથી, પણ, જયારે કોઈ કારણસર પાણી ના મળે અથવા પાણી મળવાનો સ્ત્રોત થોડા દિવસ પૂરતો કોઈ બીજો હોય, તો આપણે ઘાંઘા બની જઈએ છીએ. એવી જ રીતે ઇલેક્ટ્રિસીટી હોય, ત્યારે બિનજરૂરી બગાડ કરીએ અને જયારે થોડા કલાકો ના હોય અથવા ઇન્વર્ટર પર રહેવાનું થાય, ત્યારે આપણને તેની કિંમત સમજાઈ. જીવનમાં આપણને એવું બીજું ઘણું બધું મળ્યું હોય છે, જેની આપણને કદર નથી, જયારે ઘણા લોકો તે જ મેળવવા ઝંખતા હોય છે. ઘણી મહેનત કરવા છતાં તેઓ ત્યાં આંબી નથી શકતા ...