OPERATION SAFED SAGAR

 વેબ સિરીઝમાં ગંદી ભાષા, ગાળો અને વલ્ગર સીન જોઈને બગડેલી અને પોતાને કુલ સમજતી જેન ઝીએ કંઈક શીખવા, કંઈક જાણવા મળે એવી વેબસિરીઝ પણ જોવી જોઈએ. એક પણ ખરાબ શબ્દ વગર  બનેલી અને રાષ્ટ્ર માટે કુરબાન થનારા વીરોની બહાદુરી બતાવતી" ઓપરેશન સફેદ સાગર" સિરીઝ બનાવનાર, અભિનય કરીને પાત્રમાં જીવંતતા લાવનાર કલાકારોનું કામ ઘણું પ્રશંસનીય છે.

1999ના કારગિલ યુદ્વમાં પાકિસ્તાને કેવી કુટનીતિ કરી, ઊંચાઈનો લાભ લઈને આપણા વીરો પર ગોળીબાર કરતા, તેમને મળતી સપ્લાય તેમના સુધી પહોંચવા ના દેતા, તે સમયે ફક્ત વાયુસેના તેમને મદદરૂપ થઈ શકે તેમ હતી. 18000 ફિટની ઊંચાઈ પર આપણી જમીન પર કબ્જો જમાવનાર કાયરો સુધી પહોંચવા 20000 સુધી જઈ શકે તેવા ફાઈટર જેટ આપણી પાસે ન હતા, તે દુશ્મનો પણ જાણતા હતા, હવે એ જ ઊંચાઈ પર જનારા આપણા પાયલોટને એ મિસાઈલથી લોક કરીને પાયલોટ સહીત જેટને ક્રેશ કરી નાખતા.

પાયલોટને ઉપરથી બરફની સફેદી સિવાય કંઈ જ ના દેખાય, એટલે આપણી વાયુ સેના અને આર્મી માટે માર્ગ સાવ ધુંઘણો. તેમ છતાં આર્મીના જવાનો પોતાનો ખાવાનો સમાન અને હથિયારો લઈને રાતના સમયે રાગાડોળાતા ઉપર ચડતા, પુરી શક્તિ વજન ઉપાડીને ઉપર ચડવામાં લગાવ્યા પછી દુશ્મનો સાથે થાકેલા શરીરે પણ બાથ ભીડતા.

વાયુ સેનાએ પણ ઓપરેશન સફેદ સાગરનો આરંભ કર્યો. ગોલ્ડન એરોની ફાઇટર પાયલોટની ટીમને અશક્ય ને શક્ય બનાવાનું માર્ગદર્શન સ્કવોડ્રન લીડર અજય આહુજાએ આપ્યું. જેટના ફોર્મેશનથી માંડીને પાયલોટને એકબીજા સાથે કઈ રીતે જોડાવું તે શીખવ્યું. પણ, કમનસીબે જયારે તેઓ દુશ્મનોની નજીક ગયા ત્યારે મિસાઈલથી તેમનું જેટ લોક થઈ ગયું, અજય આહુજા પેરાશૂટથી જમીન પર પહોંચ્યા, પણ, એ જમીન પાકિસ્તાની હતી. એ વેરાન જગ્યા આપણી જમીન નથી, તેનો અંદાજ અજય આહુજાને પણ આવી ગયો હતો. એટલે તેની પાસે રહેલ તમામ માહિતી દુશ્મનો તેના સુધી પહોંચે એ પહેલા નાશ કરી દીધી. કેટલો અત્યાચાર સહન કર્યો, પણ, તેમને દેશ સાથે ગદ્દારી ના કરી. એ અત્યાચારને વર્ણવી ના શકાય. દેશ માટે કુરબાન થનાર વીર જ આ હદે સહન કરી શકે. જયારે તેમનો પાર્થિવ દેહ ભારત પહોંચ્યો, ત્યારે ડોક્ટરો પણ ધ્રુજી ગયા.



પછી, તો વાયુ સેનાએ દુનિયામાં ક્યારેય કોઈએ ના કરી હોય તેવી અશક્ય સ્ટ્રેટેજી અપનાવી દુશ્મનોને પરાસ્ત કરતા ગયા. વધુ ઊંચે જઈ શકે તેવા જેટની મદદ મળવાનો રસ્તો બંધ થતા, આપણા દેશે જાતે બનાવ્યા. દુશ્મનોને હતું કે, તેઓ જીતી જશે, કેમકે, ઊંચાઈનો લાભ તેની પાસે હતો, પણ, આ ભારત દેશ છે, માન પણ આપે ને જો કોઈ વિશ્વાસઘાત કરે, તો, જવાબ આપવો ગમે તેટલો અઘરો કેમ ના હોય, પોતાનું માન જાળવે છે.

આર્મી અને વાયુ સેના બંનેએ સાથે મળીને દુનિયામાં ક્યારેય કોઈએ ના અપનાવી હોય, તેવી સ્ટ્રેટેજી અપનાવી, અદમ્ય સાહસ અપનાવી દુશ્મનોને હાંકી કાઢ્યા. પાકિસ્તાન તો છેલ્લે સુઘી કહેતું રહ્યું કે આ પાકિસ્તાન આર્મી નહીં, પણ, મુજાહિદિન છે, પણ, તેના પકડાયેલા સૈનિકોએ તેના દુનિયામાં ધજાગરા ઉડાવી દીધા. જે પાકિસ્તાનના મૃત સૈનિકો હતા, તેને આર્મી ચિફે કહ્યું કે તેના ધર્મ પ્રમાણે તેમને દફન કરી દો, ત્યારે સેનાના જવાનો ગુસ્સો ઠાલવવા લાગ્યા, તેમને રોકતા આર્મી ચિફે કહ્યું, "ઉન મેં ઓર હમમેં ફરક હે."

આ વાત ખરેખર સાચી છે. આપણી આ માનવતા જ આપણને ઉંચે લઈ ગઈ છે.

આજ આપણે મુક્ત પણે જીવી રહ્યા છીએ, ત્યારે કેટલાય અગણિત વીરોની બહાદુરી, શહીદી અને કંઈ કેટલીય કુરબાની છે. તે તમામને સલામ અને વંદન.

આ સિરીઝ એ કઠણ જીવનને, તેમની કુશળતાને, આવડતને, સમર્પણને, કુરબાનીને અને માનવતાને દર્શાવે દર્શાવે છે.

વીર અમર રહો,

જય હિન્દ,

વંદે માતરમ,

ભારત માતા કી જય. 🇮🇳🇮🇳

ધારા મનિષ ગડારા "ગતિ".




ENGLISH TRANSLATION 


Gen Z, who is spoiled by watching dirty language, abuse and vulgar scenes in web series and considers themselves a cool, should also watch web series that can teach them something, know something. The work of the actors who made "operation Safed sagar"series, which is made without a single bad word and shows the bravery of the heroes who sacrificed themselves for the nation, and who brought life to the characters through acting is very commendable.

What kind of diplomacy did Pakistan use in the 1999 Kargil War, taking advantage of the height to shoot at our heroes, not allowing the supplies they received to reach them, at that time only the Air Force could help them. We did not have fighter jets that could fly up to 20,000 to reach enemies, which occupied our land at an altitude of 18,000 feet, the enemies also knew that, now they would lock our jets flying at the same height with that missile and crash the jet along with the pilot.

 The pilot could see nothing but the whiteness of the snow from above, so the path for our Air Force and Army was completely dark. However, the Army soldiers, carrying their food and weapons, climbed up at night, struggling, putting all their strength into lifting the weight and then fighting with the enemy with their tired bodies.but, they fought with bravery.

The Air Force also started Operation Safed Sagar. Squadron Leader Ajay Ahuja gave guidance to the Golden Arrow fighter pilot team to make the impossible possible. From the formation of the jets to how to connect with each other, the pilots were taught. But, unfortunately, when he got close to the enemy, their jet was locked by a missile, Ajay Ahuja reached the ground by parachute, but, that land was Pakistani. That deserted place was not our land, Ajay Ahuja had also guessed that. So he destroyed all the information he had before the enemy reached him.  How much atrocities he suffered, but he did not betray the country. That atrocity cannot be described. Only a hero who sacrificed himself for the country can endure to this extent. When his mortal remains reached India, even the doctors trembled. 

Then, the Air Force adopted an impossible strategy that no one in the world had ever done and defeated the enemies. Since the way to get help from jets that could fly higher was closed, our country created it itself. The enemies thought that they would win, because they had the advantage of height, but, this is India, we give respect, but, someone betrays,  no matter how difficult we respond with bravery.

Both the Army and the Air Force together adopted a strategy that no one in the world had ever adopted, and expelled the enemies with indomitable courage.  Pakistan kept saying till the end that this is not the Pakistan Army, but the Mujahideen, but its captured soldiers made a splash in its world. When the Army Chief told the dead soldiers of Pakistan to bury them according to their religion, the soldiers started to get angry, stopping them, the Army Chief said, "Un me aur hum me fark hai."

This is really true. It is our humanity that has taken us to the top.

Today we are living freely, then there is the bravery, martyrdom and many sacrifices of countless heroes. Salute and respect to all of them.

This series shows that hard life, their skills, abilities, decision making power dedication, sacrifice and humanity. 

Veer Amar Raho,

Jai Hind,

Vande Mataram,

Bharat Mata Ki Jai. 🇮🇳🇮🇳

Dhara Manish Gadara "Gati".

Comments

Popular posts from this blog

Kargil Vijay Divas 🇮🇳🇮🇳

Crying is not weakness, bt its inner strength

Human nature always understands value only after having a bad experience.