Crying is not weakness, bt its inner strength

નબળા ત્યારે કહેવાઈએ 

જયારે કોઈને તકલીફ આપીએ, સંજોગો સામે હારી જઈએ.

હૃદયનો ભાર રડીને હળવો કરી લેવાથી, 

નબળા નથી બની જતા.

હસવું અને રડવું જેવી માનવ સહજ ક્રિયામાં 

કોઈની કાબેલિયત સિદ્ધ નથી થઈ જતી.


જયારે કોઈ દીકરો રડે, ત્યારે મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે, "તું છોકરી છો, તેં રડે છો?"

હસવું-રડવું એ સહજ ક્રિયામાં પણ ભેદભાવ. મજબૂતાઈ રડવાથી નબળી નથી થઈ જવાની. અચરજ તો ત્યારે થાય જયારે એક સ્ત્રી પોતાના પુત્ર સંતાનને એમ કહે કે, "છોકરીની જેમ રડતો નહી."
મોટી થતી દીકરીને થતી શારીરિક પીડા મોટા થતા દિકરાને નથી આવતી, માતા બને ત્યારે થતી પીડા તો એ જાણતી જ હોય છે. છતાં, સ્ત્રી થઈને સ્ત્રીના પાત્રની મજબૂતાઈને નબળી એક સ્ત્રી જ બનાવે છે.
માનવસહજ ક્રિયામાં રડવું આવે, તો રડી લેવાનું. તેનાથી સક્ષમતા ઓછી નથી થતી, પણ, વધે છે. કેમકે, લાગણીશીલ છે, તે રડે છે. જ્યાં લાગણી હોય, તે સંબંધોને પણ મજબૂતાઈથી પકડી રાખે છે. 
મજબૂતાઈ એ છે જ્યાં આજુબાજુ વિપરીત સંજોગો હોય છતાં, ધૈર્ય ધરી મક્કમતાથી યોગ્ય નિર્ણય લઈ પોતાના જીવનની સાથે અન્યોના જીવનનું કલ્યાણ કરે.
તે દીકરી પણ કરે અને દીકરો પણ કરી શકે. બસ, બંનેનો ઉછેર ભેદભાવ વગર થવો જોઈએ.


ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION 

We are called weak when we cause trouble to someone, when we lose against circumstances.

By relieving the burden of our heart by crying,

we do not become weak.

In human instinctive actions like laughing and crying,

one's ability is not achieved.

When a son cries, most people say, "Are you a girl, are you crying?"

There is discrimination even in instinctive actions, laughing and crying. Strength does not become weak by crying. It is surprising when a woman tells her son, "Don't cry like a girl."
The physical pain that a daughter experiences as she grows up is not felt by a son as he grows up, She knows the pain that occurs when She becomes a mother. However, only a woman makes weak the strength of a woman's character even if she is woman.
In human instinctive actions, if we want cry, then don't feel ashamed, just to cry. This does not reduce the ability, but increases it. Because, being emotional, ones cries. Where there is emotion, also holds on to relationships with strength. 
Strength is where despite the adverse circumstances around, one remains patient and firmly takes the right decision and benefits the lives of others along with ones



own life. 
A daughter can do it and a son can do it. Just, both should be raised without discrimination. 

Dhara Manish Gadara "Gati".

Comments

Popular posts from this blog

આપણી ભાષા આપણી ઓળખ છે.

Do not fulfill responsibilities at the cost of self respect.

The pain we experience does not reach others, such feelings and actions become immortal.