I can do it
પાંખો આપી પણ મને ઉડવા ના દીધી, ફેલાવી પાંખો વિસ્તાર્યું મારું આકાશ. કોશિશ ઘણી કરી મને બાંધવાની, મુક્ત બની વિહરવું રહ્યું મારું ધ્યેય. ખોટી માન્યતાઓએ અબળા મને કીધી, ઈશ્વરદત્ત કળાને નિખારી શાને ના કરું મારું કર્મ? આજના સમયમાં દીકરો -દિકરી સમાનની વાતો ઘણી થાય છે. પરંતુ, આ સમાનતા હજુ ઘણા ક્ષેત્રે સ્પર્શી પણ નથી.કહેવાતા સમાનતાના યુગમાં પણ હજુય ઘણા ક્ષેત્રે એવી માન્યતા પ્રવર્તે છે કે, "આ કામ સ્ત્રીઓથી ના થઈ શકે, અમુક નિર્ણયો સ્ત્રી ના લઈ શકે ". એ જ કામ માટે સ્ત્રી ધીમે -ધીમે દરેક માન્યતાઓને ખોટી પાડી આકાશની ઉંચાઈને આંબતી જાય છે. પુરુષપ્રધાન કામમાં પોતાની આવડત સાબિત કરવાનો સંઘર્ષ, સ્ત્રી તરીકે કૌટુંબિક જવાબદારી નિભાવાની ફરજ અને પોતાના કાર્ય પ્રત્યેનું સમર્પણ એમ વિવિધ સ્તરને એક તાંતણે બાંધવાનું કૌશલ્ય દાખવતી જાય છે. જો સ્ત્રી કોઈ ઉચ્ચ હોદ્દા પર હોય તો તેનો આદેશ અનુસરવામાં અમુક પુરુષો નાનપ અનુભવે છે. જેટલી સ્વતંત્રતા દીકરાને પોતાની જાતને સાબિત કરવા મળે છે તેટલા જ બંધનો દિકરી પર લદાયેલા હોય છે.પોતાના મનમાં પ્રજ...