I can do it
પાંખો આપી પણ મને ઉડવા ના દીધી,
ફેલાવી પાંખો વિસ્તાર્યું મારું આકાશ.
કોશિશ ઘણી કરી મને બાંધવાની,
મુક્ત બની વિહરવું રહ્યું મારું ધ્યેય.
ખોટી માન્યતાઓએ અબળા મને કીધી,
ઈશ્વરદત્ત કળાને નિખારી શાને ના કરું મારું કર્મ?
આજના સમયમાં દીકરો -દિકરી સમાનની વાતો ઘણી થાય છે. પરંતુ, આ સમાનતા હજુ ઘણા ક્ષેત્રે સ્પર્શી પણ નથી.કહેવાતા સમાનતાના યુગમાં પણ હજુય ઘણા ક્ષેત્રે એવી માન્યતા પ્રવર્તે છે કે, "આ કામ સ્ત્રીઓથી ના થઈ શકે, અમુક નિર્ણયો સ્ત્રી ના લઈ શકે ". એ જ કામ માટે સ્ત્રી ધીમે -ધીમે દરેક માન્યતાઓને ખોટી પાડી આકાશની ઉંચાઈને આંબતી જાય છે. પુરુષપ્રધાન કામમાં પોતાની આવડત સાબિત કરવાનો સંઘર્ષ, સ્ત્રી તરીકે કૌટુંબિક જવાબદારી નિભાવાની ફરજ અને પોતાના કાર્ય પ્રત્યેનું સમર્પણ એમ વિવિધ સ્તરને એક તાંતણે બાંધવાનું કૌશલ્ય દાખવતી જાય છે. જો સ્ત્રી કોઈ ઉચ્ચ હોદ્દા પર હોય તો તેનો આદેશ અનુસરવામાં અમુક પુરુષો નાનપ અનુભવે છે.
જેટલી સ્વતંત્રતા દીકરાને પોતાની જાતને સાબિત કરવા મળે છે તેટલા જ બંધનો દિકરી પર લદાયેલા હોય છે.પોતાના મનમાં પ્રજવલ્લિત જુસ્સાના બળથી તે દરેક બંધનોને ઓળંગી પોતાનો સ્વતંત્ર માર્ગ જાતે ઘડતી જાય છે.
લોકો કહે કે આ કામ તારાથી નહીં થઈ શકે એ કામ કરવાની જાણે વધારે મજા આવે એ બાબત સ્ત્રીઓ માટે સાચી સાબિત થાય છે. પરિવાર, સમાજ કે દેશમાં તે પોતાનું સ્થાન બનાવતી જાય છે. સ્ત્રી અબળા નથી. પરંતુ, સમાજના ખોટા નિયમો, પરંપરાએ તેને અબળા બનાવી છે. એક સાશક્ત મજબૂત મનની સ્ત્રી દુનિયાની સર્વ શ્રેષ્ઠ શક્તિ છે. જેને ખુદ સર્જનહારે જ જે કર્મ કરવા આ ધરતી પર જન્મ આપ્યો હોય તેને ખોટા બંધનો ધરાવતો સમાજ તે કર્મ કરતા શું રોકી શકવાનો?
ધારા મનિષ ગડારા "ગતિ"
ENGLISH TRANSLATION
Gave me wings but didn't let me fly,
Spreading wings extended my sky.
Trying hard to bind me,
My goal is to be free.
False beliefs made me weak,
It's my godgift art, why not do my karma?
Nowadays, there is a lot of talk about sons and daughters are equal.However, this equality is not yet touched in many areas. Even in the so-called age of equality, there is still a belief in many areas that "this work cannot be done by women, certain decisions cannot be made by women". For the same work, the woman gradually falsifies every belief and rises to the heights of the sky. The struggle to prove one's skills in masculine work, the duty to fulfill family responsibilities as a woman and the dedication to one's work are showing the skill of tying different levels together. If a woman is in a high position, some men find it difficult to follow her orders.
As much freedom as the son has to prove himself, the same restrictions are imposed on the daughter.With the force of passion ignited in his mind, he transcends all constraints and forges his own independent path.
It's true for women that People say that this work cannot be done by you, but it is more fun for women to do the work. She is making her place in the family, society or country. The woman is not weak. But, the wrong rules of society, tradition has weakened it. A strong-minded woman is the best power in the world. What can a society with false restrictions do to stop the karma which the Creator Himself has given birth to on this earth?
Dhara Manish Gadara "Gati"
Comments
Post a Comment