The Fruit of Karma
રોપ્યા છે ઈશ્વરે સારાપાણાનાં બીજ માનવીમાં, છતાં માનવી ના બનાવી શક્યો સતકર્મોનું વટવૃક્ષ. સ્વભાવ છે માનવીનો સ્વતંત્ર, છતાં રોકી ના શક્યો પોતાનો બદલો લેવાની ભાવના. જાણે છે બધા કર્મનાં નિયમને, છતાં રોકી ના શક્યા પોતાના નિરર્થક અભિમાનનું વળગણ. મનુષ્યમાં પ્રકૃતિદત્ત સારા અને ખરાબ ગુણો ભગવાને ઉમેર્યા છે.કોઈમાં વધારે તો કોઈમાં ઓછા પણ આ બંનેનું સંયોજન તો બધામાં છે. કોઈ સંપૂર્ણપણે ખરાબ નથી કે કોઈ સંપૂર્ણપણે સારા નથી. તે વ્યક્તિના મન પર રહે છે કે પોતાના સ્વભાવને ઓળખી ખરાબ ગુણો કે જેનાથી બીજાનું અને સાથે -સાથે પોતાનું નુકસાન થાય છે તેના પર કાબુ કઈ રીતે મેળવવો.મનના ઊંડાણમાં ભગવાને રોપેલા આ બીજથી માણસ અજાણ જ રહે છે. કયા બીજનું વટવૃક્ષ થવા દેવું અને કયા બીજનો નાશ કરવો તે મનુષ્ય પર છે.પોતાના સ્વભાવને પારખી અંદર રહેલા વેર, ઝેર, ઈર્ષાના અગ્નિને ઓલાવી નાંખીએ તો એક -એક સારૂ બીજ ખીલી ઉઠશે.આ ખીલી ઉઠેલા સારા ગુણના બીજથી સત્કર્મોનું વૃક્ષ રોપાય છે જે વટવૃક્ષ બની પોતાની સાથે સંસારનો ઉદ્ધાર કરે છે. દરેક મનુષ્યનો સ્વભ...