The Fruit of Karma


 રોપ્યા છે ઈશ્વરે સારાપાણાનાં બીજ માનવીમાં,

છતાં માનવી ના બનાવી શક્યો સતકર્મોનું વટવૃક્ષ.

સ્વભાવ છે માનવીનો સ્વતંત્ર,

છતાં રોકી ના શક્યો પોતાનો બદલો લેવાની ભાવના.

જાણે છે બધા કર્મનાં નિયમને,

છતાં રોકી ના શક્યા પોતાના નિરર્થક અભિમાનનું વળગણ.


              મનુષ્યમાં પ્રકૃતિદત્ત સારા અને ખરાબ ગુણો ભગવાને ઉમેર્યા છે.કોઈમાં વધારે તો કોઈમાં ઓછા પણ આ બંનેનું સંયોજન તો બધામાં છે. કોઈ સંપૂર્ણપણે ખરાબ નથી કે કોઈ સંપૂર્ણપણે સારા નથી. તે વ્યક્તિના મન પર રહે છે કે પોતાના સ્વભાવને ઓળખી ખરાબ ગુણો કે જેનાથી બીજાનું અને સાથે -સાથે પોતાનું નુકસાન થાય છે તેના પર કાબુ કઈ રીતે મેળવવો.મનના ઊંડાણમાં ભગવાને રોપેલા આ બીજથી માણસ અજાણ જ રહે છે. કયા બીજનું વટવૃક્ષ થવા દેવું અને કયા બીજનો નાશ કરવો તે મનુષ્ય પર છે.પોતાના સ્વભાવને પારખી અંદર રહેલા વેર, ઝેર, ઈર્ષાના અગ્નિને ઓલાવી નાંખીએ તો એક -એક સારૂ બીજ ખીલી ઉઠશે.આ ખીલી ઉઠેલા સારા ગુણના બીજથી સત્કર્મોનું વૃક્ષ રોપાય છે જે વટવૃક્ષ બની પોતાની સાથે સંસારનો ઉદ્ધાર કરે છે.



           દરેક મનુષ્યનો સ્વભાવ અલગ -અલગ અને સ્વતંત્ર હોય છે છતાં તેને બીજાના સ્વભાવ પર આધારિત રહેવું વધારે ગમે છે. જેમકે, પોતે પોતાનો મૂળ પ્રકૃતિદત સારો સ્વભાવ ધરાવે છે પણ, જો કોઈ તેની સાથે ખરાબ વર્તન કરે ત્યારે પોતે સારા હોવા છતાં તેના જેવા બની જાય છે અને પોતે પણ સામે તેવો જ વ્યવહાર કરે છે. તેનું મન તેને વારંવાર ખરાબ વ્યવહાર કરવાની ના પાડતું હોય છતાં અહંકાર અને બદલો લેવાની ભાવના તેના સ્વતંત્ર સ્વભાવ સામે જીતી જાય છે અને અંતે તે બીજાના સ્વભાવ પર આધારિત બની પોતાના મૂળ સ્વભાવથી વિરુદ્ધ વર્તન-વ્યવહાર કરે છે.


        સૌથી શ્રેષ્ઠ આ દુનિયામાં કાંઈ હોય તો તે છે કર્મનો સિદ્ધાંત. જેવું કરીએ તેવું જ મેળવીએ. આ સત્ય બધા જાણે છે છતાં પોતાના અંદર રહેલી વેર, ઝેર અને ઈર્ષાની આગને બુજાવી શકતા નથી. આ સિદ્ધાંતને જાણવા છતાં મનુષ્ય પોતે જાતે નિર્ણાયક બની જાય છે.તે એવું માનવા લાગે છે કે તેને મહેનત કરી છે, પોતાનો જીવ તેમાં રેડ્યો છે એટલે તેને મળવું જ જોઈએ. તેને પોતાના કર્મનું અભિમાન થવા લાગે છે, સ્વતવનો અહંકાર તેનામાં આવી જાય છે. અભિમાન ક્યારેય કોઈનું ટકી શક્યું નથી. મનુષ્યએ ફક્ત ને ફક્ત કર્મ કરવાનું છે,નિર્ણાયક નથી બનવાનું.આખી સૃષ્ટિનો નિર્ણાયક ફક્ત એક જ છે. તે છે ઈશ્વર. આપણી મહેનતનું સાચું ફળ આજે નહીં તો કાલે તે જ આપી શકે છે.ઈશ્વર આપે જ છે.

ધારા મનિષ ગડારા "ગતિ ".


English Translation


God has planted the seeds of goodness in man,


 Yet man could not create the tree of righteous deeds.


 The nature of man is independent,


 Yet couldn't stop to take his revenge.


 Knows all the rules of karma,


 Yet could not stop ego attach himself.


 God has added naturallygood and badqualities to human beings. Some have more and some have less, but the combination of these two is in all.  No one is completely bad or no one is completely good.  It is up to the person to recognize his own nature and how to overcome the bad qualities that harm others as well as himself. Man remains unaware of this seed planted by God in the depths of the mind.  It is up to the human being to decide which seed to become a tree and which seeds to destroy. If we extinguish the fire of hatred, poison and jealousy within our nature, one by one a good seed will sprout.at the end this tree welfare himself with whole world.




 Although every human being has a different and independent nature, he prefers to depend on the nature of others.  For example, he has a good nature of his own nature, but if someone treats him badly, he becomes like him even though he is good and treats him the same.  Though his mind often refuses to treat him badly, ego and vengeance prevail against his independent nature and in the end he becomes dependent on the nature of others and behaves contrary to his original nature.


 The best thing that can happen in this world is the principle of karma. We get what we do.Even though everyone knows this truth, they cannot extinguish the fire of hatred, poison and jealousy within themselves.  Despite knowing this principle, man himself becomes decisive. He seems to believe that he has worked hard, his life has been poured into it, so he must be get.He seems to be proud of his karma, the ego of self comes into him.  Ego never survives.  Man has only to do karma, not to be decisive. There is only one decisive of the entire creation.  That is God.  The true fruit of our hardwork can be given only today if not tomorrow.god only gives.


 Dhara Manish Gadara "GATI".


 




          


Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow