Posts

Showing posts from May, 2022

Mother's Day:Respect for motherhood forever, not just for one day

Image
 જીવનથી થાકી જવાય ત્યારે વિસામાનું સ્થળ એટલે માં  બાળપણ જેની પાસે ફરી જીવતું થઈ શકે તે એટલે માં વાંક હોય છતાં રિસાઈ જાય ને વારંવાર મનાવે એટલે માં પોતે કષ્ટ વેઠી સંતાનનું જીવન સુધારવા મથતી એટલે માં સ્વાર્થના સૌ સંબંધમાં નિસ્વાર્થ વ્હાલ વરસાવે એટલે માં આખરે,જેના થકી શ્વાસો,આ અસ્તિત્વ મળ્યું તે એટલે માં            માઁ શબ્દમાં જ પ્રેમ અને પોતાનાપણું છુપાયેલું છે.એક માતાની માટી જ ભગવાને નોખી બનાવેલી છે. પોતાના પર ગમે તેટલા દુઃખનો પહાડ હોય, પણ, તેનો બોજ પોતાના પર લઈ સતત સંતાનના સુખનો જ વિચાર કરનારી માંના હૃદયની તોલે કંઈ જ ના આવી શકે.             નાનકડા બાળક માટે તેની માતા જ સર્વસ્વ, તેની દુનિયા છે. રડતું બાળક ફક્ત માતાના અવાજ કે સ્પર્શથી ચૂપ થઈ જાય છે. બાળકને માતા પાસે જ સલામતી અને હૂંફ મળે છે. આ બાળક જેમ -જેમ મોટુ થતું જાય તેમ તેની જરૂરિયાત, ભાવવિશ્વ કદાચ બદલાય જતા હોય છે. પણ, માતાના અંતિમ શ્વાસ સુધી પોતાના સંતાન માટે કરુણા, વ્હાલની અમી વરસતી રહે છે.          જગતના બધા સંબંધોમાં ત્યાગ,સમર્પણ ને જતું કરવાની ભાવના કેળવવી પડે અને કોઈને કોઈ અપેક્ષા તો રહેલી જ હોય છે.એક માઁ જ પોતે કોઈ અપેક્ષા વગ