Mother's Day:Respect for motherhood forever, not just for one day



 જીવનથી થાકી જવાય ત્યારે વિસામાનું સ્થળ એટલે માં

 બાળપણ જેની પાસે ફરી જીવતું થઈ શકે તે એટલે માં

વાંક હોય છતાં રિસાઈ જાય ને વારંવાર મનાવે એટલે માં

પોતે કષ્ટ વેઠી સંતાનનું જીવન સુધારવા મથતી એટલે માં

સ્વાર્થના સૌ સંબંધમાં નિસ્વાર્થ વ્હાલ વરસાવે એટલે માં

આખરે,જેના થકી શ્વાસો,આ અસ્તિત્વ મળ્યું તે એટલે માં




           માઁ શબ્દમાં જ પ્રેમ અને પોતાનાપણું છુપાયેલું છે.એક માતાની માટી જ ભગવાને નોખી બનાવેલી છે. પોતાના પર ગમે તેટલા દુઃખનો પહાડ હોય, પણ, તેનો બોજ પોતાના પર લઈ સતત સંતાનના સુખનો જ વિચાર કરનારી માંના હૃદયની તોલે કંઈ જ ના આવી શકે.

            નાનકડા બાળક માટે તેની માતા જ સર્વસ્વ, તેની દુનિયા છે. રડતું બાળક ફક્ત માતાના અવાજ કે સ્પર્શથી ચૂપ થઈ જાય છે. બાળકને માતા પાસે જ સલામતી અને હૂંફ મળે છે. આ બાળક જેમ -જેમ મોટુ થતું જાય તેમ તેની જરૂરિયાત, ભાવવિશ્વ કદાચ બદલાય જતા હોય છે. પણ, માતાના અંતિમ શ્વાસ સુધી પોતાના સંતાન માટે કરુણા, વ્હાલની અમી વરસતી રહે છે.

         જગતના બધા સંબંધોમાં ત્યાગ,સમર્પણ ને જતું કરવાની ભાવના કેળવવી પડે અને કોઈને કોઈ અપેક્ષા તો રહેલી જ હોય છે.એક માઁ જ પોતે કોઈ અપેક્ષા વગર ત્યાગની મૂર્તિ થઈ શકે.દિકરો ગમે તેટલો મોટો થઈ જાય તેના નસીબમાં ભગવાને માતૃત્વના વ્હાલનું સુખ આપ્યું છે.જયારે, દિકરીના લગ્ન થાય ત્યારે આજ સુધી માંના લાડકોડમાં રહેતી હવે પોતાની જાતને ભૂલીને સૌનું ધ્યાન રાખતી માં બની જાય છે.જેને પોતાનું ઘર કહેતી તે પારકું થઈ જાય અને જે ઘરે તે આવે છે તેના માટે પણ તે પારકી જ રહે છે.આ ભારતીય સમાજનું સત્ય છે.ફક્ત આજના દિવસ માટે નહી પરંતુ માતૃત્વનું સન્માન સદાકાળ થવું જોઈએ. વંદન માતૃભાવનાને 


ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION


A place to rest when you get tired of life is mother.


A person to whom childhood that can be revived is mother 


 We got anger even if there is our fault and a person who persuades us again and again is mother.


 Trying to improve child's life inspite of enduring difficulties is mother


 In world of selfiness who flows selfless love is mother 


 At all we get this existance, life from whom is mother 




 Love and selfhood are hidden in the word Maa. God has made the mother's body soil unique No matter how much the mountain of sorrow falls on her, nothing can come close to the heart of a mother who constantly carries the burden on herself and thinks only of the happiness of her child.


 For a small child, his mother is everything, his world.  A crying baby is silenced only by the mother's voice or touch.  The baby gets safety and warmth from the mother.  As this child gets older, his needs, the world of emotion may change.  Also, until the last breath of the mother flow of compassion and love continues to offspring.


 In all the relationships of the world, one has to cultivate the spirit of renunciation, let go and in all relationship there is feeling of some expectation. One can become an idol of renunciation without any expectation in oneself is only mother.  No matter how old the son gets, God has given him the happiness of motherly love. However, when the daughter gets married, who has been living in love till now, where she grew up,forgets herself and becomes the mother who takes care of everything. This is the truth of Indian society.  Motherhood should be honored forever, not just for one day.Vandan Matrubhavana.

Dhara Manish Gadara "GATI"

Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty