Make Happy nd Healthy a new year
ચાલો, નવા વર્ષે નવો નિર્ધાર કરીએ, અજ્ઞાનના અંધકારને દુર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવીએ, ખોળિયાના ઉજાસથી બીજાના જીવનને ઉજાળીએ. ચાલો ઈશ્વરે આપેલા પુષ્પરૂપી જીવનને મહેકાવીએ, માફી માંગતા અને ક્ષમા આપતા શીખીએ, મળેલું છે તેનો આભાર અને સ્થિતિનો સ્વીકાર શીખીએ. ચાલો, સંબંધોની ગુંથણીને મજબૂત બનાવીએ, અભિમાનને ઓગાળીને મનને હળવું બનાવીએ, અપમાનનો જવાબ વિનમ્રતાથી આપીએ, ચાલો, પરિવારમાં સૌ એકબીજાને ગમતા રહીએ, સત્સંગ અને વાંચનથી જાતને સુધારીએ, ફરજ નિભાવીને સંતોષ મેળવીએ. ચાલો, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ, મહામાનવોના સિદ્ધાંતો જીવનમાં ઉતારીએ, વંચિતોની મદદ કરીને માનવતાની જ્યોત જગાવીએ. ચાલો, ભારતમાતાના લાડકા સંતાનો બનીએ, દેશને સાચવનારાઓ અને તેમના પરિવારનું માન જાળવીએ, સ્વદેશી ભાવના કેળવી આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવીએ. ચાલો વિશ્વબંધુત્વના વિચારને ખિલવીએ, દરેક જીવમાં રહેલી સારપને નિહાળવાની દ્રષ્ટિ મેળવીએ, પ્રકૃતિ અને સમગ્ર જગતના કલ્યાણની પ્રાર્થના કરીએ. ચાલો,સંઘર્ષોનો સામનો કરવાનું શૌર્ય દાખવીએ, નાની-નાની બાબતોમાંથી ખુશીઓ શોધીએ, પોતાની અંદર પડેલી શાંતિને જાગ્રત કરીએ. ચાલો,આત્મવિશ્વાસનો દિવો પ્રગટાવી કર્મનો ઉજાસ પાથ...