Make Happy nd Healthy a new year
ચાલો, નવા વર્ષે નવો નિર્ધાર કરીએ,
અજ્ઞાનના અંધકારને દુર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવીએ,
ખોળિયાના ઉજાસથી બીજાના જીવનને ઉજાળીએ.
ચાલો ઈશ્વરે આપેલા પુષ્પરૂપી જીવનને મહેકાવીએ,
માફી માંગતા અને ક્ષમા આપતા શીખીએ,
મળેલું છે તેનો આભાર અને સ્થિતિનો સ્વીકાર શીખીએ.
ચાલો, સંબંધોની ગુંથણીને મજબૂત બનાવીએ,
અભિમાનને ઓગાળીને મનને હળવું બનાવીએ,
અપમાનનો જવાબ વિનમ્રતાથી આપીએ,
ચાલો, પરિવારમાં સૌ એકબીજાને ગમતા રહીએ,
સત્સંગ અને વાંચનથી જાતને સુધારીએ,
ફરજ નિભાવીને સંતોષ મેળવીએ.
ચાલો, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ,
મહામાનવોના સિદ્ધાંતો જીવનમાં ઉતારીએ,
વંચિતોની મદદ કરીને માનવતાની જ્યોત જગાવીએ.
ચાલો, ભારતમાતાના લાડકા સંતાનો બનીએ,
દેશને સાચવનારાઓ અને તેમના પરિવારનું માન જાળવીએ,
સ્વદેશી ભાવના કેળવી આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવીએ.
ચાલો વિશ્વબંધુત્વના વિચારને ખિલવીએ,
દરેક જીવમાં રહેલી સારપને નિહાળવાની દ્રષ્ટિ મેળવીએ,
પ્રકૃતિ અને સમગ્ર જગતના કલ્યાણની પ્રાર્થના કરીએ.
ચાલો,સંઘર્ષોનો સામનો કરવાનું શૌર્ય દાખવીએ,
નાની-નાની બાબતોમાંથી ખુશીઓ શોધીએ,
પોતાની અંદર પડેલી શાંતિને જાગ્રત કરીએ.
ચાલો,આત્મવિશ્વાસનો દિવો પ્રગટાવી કર્મનો ઉજાસ પાથરીએ.
વર્તન,વ્યવહાર કે વાણીથી બીજાને દુઃખ ના થાય તેવું કરીએ,
ચાલો, આ દિવાળીએ જીવનને સાર્થક કરવાનો નિર્ધાર કરીએ.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Let us celebrate a new year,
remove the darkness of ignorance and light the lamp of knowledge,
lightening the lives of others with the soul's light.
Let us fragrance God's given life,
learn to apologize and forgive,
improve feelings of thank you what we have and accept the situation.
Let us strengthen the hook up of relationship,
relax the mind by melting the ego,
give reply of insult with politeness.
let us all love each other in the family,
improve ourselves with satsang and reading,
get satisfaction by fulfilling our duty.
Let us build a healthy society,
put the principles of superhuman lives into life,
help the underprivileged to raise the flame of humanity.
Let us become the paternal children of Bharatmata,
maintain the respect of the savior of the country and their family,
create a self-reliant nation by cultivating indigenous spirit.
Let us nourish the idea of worldliness,
get the vision of seeing the goodness of every creature,
pray for the welfare of nature and the whole world.
Let us show courage to face struggles,
find happiness in small things,
awaken the peace that lies within yourself.
Let us,celebrate the karma by revealing the lamp of confidence.
Let us,not hurt others with behavior,karma or speech.
let's decide to make life worthwhile on this Diwali.
Dhara Manish Gadara "GATI".
Very Nice
ReplyDeleteThank u😊😊
DeleteWriting Queen 👍👍
ReplyDelete