I Live
મારી સાથે થતા અન્યાય માટે કોઈ પણ જાતના દ્રેષ -વેર વગર સ્વસ્થતાથી સામનો કરી શકું, તો માનવું કે હું જીવું છું. મારી નજર સામે બીજા સાથે થતા અન્યાય માટે હું અવાજ ઉઠાવી શકું, કે મદદ માટે હાથ લંબાવી શકું, તો માનવું કે હું જીવું છું. હું જે વિચારું છું તેને બીજાના સાથ વગર પણ નિડરતાથી અભિવ્યક્ત કરી શકું, તો માનવું કે હું જીવું છું. હું જે વિચારું, તે જ બોલું અને તે પ્રમાણે જ કોઈ પણ જાતના દંભ કે આડંબર વગર કરી શકું, તો માનવું કે હું જીવું છું. મે કરેલા ત્યાગ કે સમર્પણ માટે બીજાનું પ્રમાણપત્ર ના મળે તો પણ મારા સ્વભાવને જાળવી શકું, તો માનવું કે હું જીવું છું. અહંકાર કે સ્વાર્થથી તો ફક્ત આયખામાં આંકડાઓ ઉમેરાશે, ક્ષણે -ક્ષણે ઈમાનદારી, કરુણા, પ્રેમ અને ત્યાગના શ્વાસો લઈશું તો જીવન જીવ્યા કહેવાશે. આ પૃથ્વી પર મોટા ભાગના મનુષ્યો માત્ર જીવન પસાર કરે છે, જીવતા નથી.જીવનનો માર્ગ ફક્ત પસાર કરવો અને આ માર્ગને પુરી મજા સાથે માણવો એ બંને બાબત અલગ છે.નાની -નાની વાતો, ઘટનાઓથી જીવન બને છે. ઘણી વખત એવું બને આનંદની ક્ષણોને મુલતવી રાખીને જે પામવા માટે મથામણ કરતા હોઈએ એ મળે ત્ય...