I Live
મારી સાથે થતા અન્યાય માટે કોઈ પણ જાતના દ્રેષ -વેર વગર સ્વસ્થતાથી સામનો કરી શકું,
તો માનવું કે હું જીવું છું.
મારી નજર સામે બીજા સાથે થતા અન્યાય માટે હું અવાજ ઉઠાવી શકું, કે મદદ માટે હાથ લંબાવી શકું,
તો માનવું કે હું જીવું છું.
હું જે વિચારું છું તેને બીજાના સાથ વગર પણ નિડરતાથી અભિવ્યક્ત કરી શકું,
તો માનવું કે હું જીવું છું.
હું જે વિચારું, તે જ બોલું અને તે પ્રમાણે જ કોઈ પણ જાતના દંભ કે આડંબર વગર કરી શકું,
તો માનવું કે હું જીવું છું.
મે કરેલા ત્યાગ કે સમર્પણ માટે બીજાનું પ્રમાણપત્ર ના મળે તો પણ મારા સ્વભાવને જાળવી શકું,
તો માનવું કે હું જીવું છું.
અહંકાર કે સ્વાર્થથી તો ફક્ત આયખામાં આંકડાઓ ઉમેરાશે, ક્ષણે -ક્ષણે ઈમાનદારી, કરુણા, પ્રેમ અને ત્યાગના શ્વાસો લઈશું તો જીવન જીવ્યા કહેવાશે.
આ પૃથ્વી પર મોટા ભાગના મનુષ્યો માત્ર જીવન પસાર કરે છે, જીવતા નથી.જીવનનો માર્ગ ફક્ત પસાર કરવો અને આ માર્ગને પુરી મજા સાથે માણવો એ બંને બાબત અલગ છે.નાની -નાની વાતો, ઘટનાઓથી જીવન બને છે. ઘણી વખત એવું બને આનંદની ક્ષણોને મુલતવી રાખીને જે પામવા માટે મથામણ કરતા હોઈએ એ મળે ત્યારે કોઈ સંતોષ કે મજા રહેતી નથી. એટલે જે નાની-નાની ખુશીઓ -ઘટનાને માણવી એ જ જિંદગી છે.
મોટાભાગે આપણે સામા વ્યક્તિના વર્તન આધારિત આપણું વર્તન રાખતા હોઈએ છીએ, જે ભલે આપણા સહજ વર્તનથી વિરુદ્ધ કેમ ના હોય. સામી વ્યક્તિ આપણી સાથે અન્યાય કરે તો, આપણે તેનો જવાબ વેર કે દ્રેષથી જ આપીએ છીએ.સામી વ્યક્તિનું સારૂ કરવા છતાં તે બદલામાં તેના સ્વભાવગત અન્યાય આપે તો આપણે પણ તે જ ભાષામાં જવાબ આપીએ છીએ. પણ, ખરું જીવ્યા ત્યારે કહેવાશે જયારે અન્યાયનો જવાબ નમ્રતાપૂર્વક આપીએ.
સમાજમાં બીજા સાથે જયારે ખોટું થાય ત્યારે આપણે એમાં શું એમ વિચારીને આંખ આડા કાન કરીએ છીએ. પણ, બીજા માટે મદદનો હાથ લંબાવીશું તો ક્યારેક જીવનમાં ખરા ટાણે જયારે આપણને મદદની જરૂર હશે ત્યારે ઈશ્વર તેના ફરિશ્તાને મોકલશે. આપણું જીવન બીજાના અભિપ્રાય પર આધારિત હોય છે. તેમાં બીજા શું વિચારશે એમ માનીને આપણે આપણો અભિપ્રાય વ્યક્ત નથી કરતા. પણ, જયારે હિંમતપૂર્વક લોકો સમક્ષ આપણો બધાથી અલગ વિચાર વ્યક્ત કરી શકશું ત્યારે ખુલ્લા મને જીવ્યા કહેવાશે.
વ્યક્તિ અંદર અને બહારથી જે બે રીતે જીવે છે તેમાં કોઈ ભેદ નહીં રહે ત્યારે તે મુક્ત શ્વાસો લે છે એમ કહેવાશે.વ્યક્તિ જે કરે તેમાં બીજા ભલે નોંધ ના લે, જે ત્યાગ કે સમર્પણ તેને કર્યું હોય તેના માટે ભલે કોઈ સર્ટિફિકેટ ના મળે છતાં કોઈ પણ જાતના ગુણગાન વગર જાળવી તે રાખે તો તે ખુલ્લા દિલે જીવે છે.
આ જીંદગી જો ખોટા રાગ-દ્રેષ, અહંકાર, ટીકા, નિંદા સ્વાર્થમાં પસાર કરશું તો ઉંમરમાં ફક્ત આંકડાઓ જ ઉમેરાશે. પણ, જો બીજાના જખમ રૂઝાવીશું, મદદ કરીશું, બીજાના ચહેરા પર સ્મિતનું કારણ બનીશું, બીજાને આનંદ આપીશું તો અંતે ફરીને તે આપણને જ મળશે. કેમકે, આપણે જે આપીએ તે આપણને મળે.અંતે માણસ પોતાની પાસે જે પડ્યું હોય તે બીજાને આપી શકે. તે અંદરથી અસંતોષી હોય તો બીજાને પણ તે દુઃખ સિવાય કંઈ ના આપી શકે. જયારે, અંતઃકરણથી મોજથી રહેતો માણસ બીજાને પણ મોજ જ કરાવે છે.
ધારા મનિષ ગડારા "ગતિ"
ENGLISH TRANSLATION
May I calmly face the injustice done to me without any hatered,
So believe that I live.
I can raise my voice for the injustice done to others to my eyes, I reach out for help,
So believe that I live.
I can express what I think without fear of others,
So believe that I live.
I can speak what I think, and do so without any pretense or pomp,
So believe that I live.
Even if I don't get someone else's certificate for the renunciation or dedication I have done, and can maintain my nature,
So believe that I live.
Ego or selfishness will only add numbers to the list of age , moment by moment we will take a breath of sincerity, compassion, love and sacrifice, then we will be called alive.
Most humans on this earth just pass life, not live. Just passing the path of life and enjoying this path with all the fun are both different. Often, it is no satisfaction or fun when you find out what you are trying to get by postponing moments of joy. That is, the smallest of happiness - enjoying the event is life.
Most of the time we base our behavior on the behavior of the same person, even if it is against our instincts. If a other person does injustice to us, we respond to only with revenge or hatred. If, despite doing good to the other person, one gives own injustice in return, we also respond in the same language. But, it will be said when we live rightly when we respond to injustice with humility.
When we go wrong with others in society, we look at what we think about it. However, if we extend the hand of help to others, sometimes in life, when we need help, God will send his angel. Our life is based on the opinion of others. We do not express our opinion by believing what others will think in it. However, when we can boldly express our thoughts to all of us, It will be called openly living.
A person is said to breathe freely when there is no difference between the two ways he lives, inside and outside. Even if no one notices what he does, even if no certificate is given for the sacrifice or dedication one has done, no one will. However,one maintains it without self-praise,one lives with an open heart.
If we spend this life in wrong anger, pride, criticism, condemnation selfishness, then only numbers will be added to the age. But, if we heal others' wounds, help others, bring smiles to others' faces, bring happiness to others, then in the end it will come back to us. Because, what we give, we get. In the end, a man can give to others what he has. If he is dissatisfied from within, he can give nothing but pain to others. Whereas, a person who is happy from the heart makes others happy.
Dhara Manish Gadara "Gati"
Comments
Post a Comment