Posts

Showing posts from December, 2022

Weakness of society:child labour

Image
 મારે પણ જવુ છે શાળાએ, પણ, ભણવા મળ્યું જીવનની શાળામાં. હાથમાં પકડવી હતી પેન ને પેન્સિલ, પણ, જીવને તો શીખવાડી નવી જ કળા. મારે પણ જીવવું છે મારા બાળપણને, પણ, મજબૂરીએ તો સીધા મોટા જ બનાવ્યા.             જેવી રીતે ભવ્ય ઇમારત માટે પાયા મજબૂત હોવા જરૂરી છે, તેવી જ રીતે એક સારા જીવનનો આધાર નિર્દોષ અને ખેલતું-કૂદતું બાળપણ છે. એક વ્યક્તિના જીવનનો આધાર તેનું બાળપણ છે. કેમકે, તે અવસ્થામાં જોયેલું, શીખેલું, અનુભવની છાપ તેની ઉછરતી માનસિક અવસ્થામાં કાયમ માટે અંકિત થઈ જાય છે. દેખીતું જ છે કે બાળકને સારૂ વાતાવરણ મળે તો તે સારૂ જ શીખે છે અને નબળા વાતાવરણમાંથી આપણે તેની પાસે સારા બનવાની અપેક્ષા ના રાખી શકીએ.              એક જાગૃત નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને છે કે કોઈ હોટેલ -રેસ્ટોરન્ટ, કારખાના કે કોઈ પણ ક્ષેત્રે નાના બાળકોને મજૂરી કરતા અટકાવીએ.બાળમજૂરીને અટકાવાના પ્રયાસો કરીએ.કોઈ છોટુ ને હાથમાં પેન કે પેન્સિલ મળી રહે તેવું કંઈક કરીએ.બાળપણથી જ બાવડાઓ પર કમાવાની જવાબદારીનો બોજ તેની માસુમિયત છીનવી લે છે ને ઉંમર કરતા બાળકો વહેલા મોટા બની જાય છે.નાનપણથી ખરાબ વાતાવરણમાં ઉછરતા બાળકોને નથી મળતી શિક્ષા કે સંસ