Posts

Showing posts from January, 2023

To understand its value in the presence of the body, mind and relationship

Image
 આપ્યું ઈશ્વરે પાત્રતાથી પણ વધુ, ને ગોઠવ્યું ચક્ર કર્મનું. કરતો રહ્યો માનવી સતત માંગણીઓ ને ફરિયાદો, ના માણી શક્યો જીવનની સમૃદ્ધિઓ. હતું તે જતું રહ્યું ત્યારે થયો માનવીને પસ્તાવો, સત્યનું જ્ઞાન આવતા થયો કદરનો અહેસાસ. જયારે ઓગળી બધી ફરિયાદો અને માંગણીઓ, ત્યારે સ્થાન પામ્યો આભાર અને સ્વીકારભાવ.           ભગવાને આપણને જે મનુષ્ય દેહે અવતાર આપ્યો તે જ આપણા માટે ઘણું છે. દરરોજ સવારે જાગતી આંખો એક નવી આશાને પણ જગાડે છે, નવી શરૂઆત કરવાની,જે ગઈકાલે અધૂરું હતું તેને પૂરું કરવાની, જે ગઈ કાલે ભૂલ થયેલી તેને સુધારવાની.આપણી પાત્રતા કરતા ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે. તંદુરસ્ત શરીર અને સતત વિચારશીલ રહેતું મન, કાળજી અને સંભાળ રાખતા સંબંધો.પણ, માનવ મનની એક મર્યાદા એ છે કે તેની પાસે જે હોય તેને સાચવતા કે તેને સંભાળતા નથી આવડતું.જેમકે, પ્રકૃતિ વિરુદ્ધ આહાર અને વિહાર તેમજ દિનચર્યા એ ધીમે -ધીમે શરીરને રોગી બનાવે છે. જ્યાં સુધી શરીર તંદુરસ્ત છે ત્યાં સુધી તેની કદર નથી થતી, તેમાં કોઈ બિમારી પ્રવેશે ત્યારે તેની કિંમત સમજાય છે. તો પહેલેથી જ તેનું જતન શા માટે ના થઈ શકે?જીવનમાં નિયમિતતા...