To understand its value in the presence of the body, mind and relationship

 આપ્યું ઈશ્વરે પાત્રતાથી પણ વધુ,

ને ગોઠવ્યું ચક્ર કર્મનું.

કરતો રહ્યો માનવી સતત માંગણીઓ ને ફરિયાદો,

ના માણી શક્યો જીવનની સમૃદ્ધિઓ.

હતું તે જતું રહ્યું ત્યારે થયો માનવીને પસ્તાવો,

સત્યનું જ્ઞાન આવતા થયો કદરનો અહેસાસ.

જયારે ઓગળી બધી ફરિયાદો અને માંગણીઓ,

ત્યારે સ્થાન પામ્યો આભાર અને સ્વીકારભાવ.



          ભગવાને આપણને જે મનુષ્ય દેહે અવતાર આપ્યો તે જ આપણા માટે ઘણું છે. દરરોજ સવારે જાગતી આંખો એક નવી આશાને પણ જગાડે છે, નવી શરૂઆત કરવાની,જે ગઈકાલે અધૂરું હતું તેને પૂરું કરવાની, જે ગઈ કાલે ભૂલ થયેલી તેને સુધારવાની.આપણી પાત્રતા કરતા ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે. તંદુરસ્ત શરીર અને સતત વિચારશીલ રહેતું મન, કાળજી અને સંભાળ રાખતા સંબંધો.પણ, માનવ મનની એક મર્યાદા એ છે કે તેની પાસે જે હોય તેને સાચવતા કે તેને સંભાળતા નથી આવડતું.જેમકે, પ્રકૃતિ વિરુદ્ધ આહાર અને વિહાર તેમજ દિનચર્યા એ ધીમે -ધીમે શરીરને રોગી બનાવે છે. જ્યાં સુધી શરીર તંદુરસ્ત છે ત્યાં સુધી તેની કદર નથી થતી, તેમાં કોઈ બિમારી પ્રવેશે ત્યારે તેની કિંમત સમજાય છે. તો પહેલેથી જ તેનું જતન શા માટે ના થઈ શકે?જીવનમાં નિયમિતતા જાળવવાથી,આળસ ખંખેરવાથી,યોગ્ય ખાન-પાનથી, અને કોઈ પણ રીતે ગતિશીલ રહેવાથી તનનું આરોગ્ય તંદુરસ્ત રહે છે. આ બધું કરવા માટે શરીરને બિમાર પડવાની રાહ ના જોવાય.

      આવી જ રીતે મનની જાળવણી કરવાથી મન પણ તંદુરસ્ત રહે છે. આપણને સવાલ થાય કે મન કઈ રીતે બિમાર પડતું હશે? જેવી રીતે દિવસો સુધી ઘરની સાફ-સફાઈ ના થાય અને ઘરમાં કચરો જમા થાય છે, તેવી જ રીતે મન પર પણ નકારાત્મકતાનો કચરો જમા થાય છે. મન સતત ભટકતું જ રહેતું હોય છે. તેને વાંચનથી, સારા લોકોના સંગતથી સફાઈ કરી તંદુરસ્ત બનાવી શકાય. ગમતું કાર્ય કરવાથી અંદર કંઈક વૃદ્ધિ પામતું હોય છે, જે અંતે સકારાત્મકતા તરફ જ વળે છે. જેનું મન મજબૂત તેનું તન પણ મજબૂત હોય છે.

          આવી જ રીતે જે સંબંધો માનવીને નસીબમાં મળ્યા છે, તેની તે કદર નથી કરતો. આ સંબંધના પ્રેમને, લાગણીને એ હોય ત્યારે અવગણે કે પ્રાથમિકતા ના આપે. જયારે આ સંબંધ અચાનક ચાલ્યો જાય ત્યારે તેની કિંમત સમજાતી હોય .

         ટૂંકમાં, માનવી પાસે જે હોય તેની તે અવગણના કરે, ફરિયાદો કે માંગણીઓ કરે,જયારે તે અચાનક ચાલ્યું જાય ત્યારે તેની હકીકત સમજાય છે અને સત્યનું જ્ઞાન થાય છે. આ અચાનક ચાલ્યું જાય અને આપણે તેની કિંમત સમજીએ તેના કરતા તન -મન કે સંબંધની હયાતીમાં જ સ્વીકારભાવ સાથે તેનું જતન કરીને તેને સંભાળી લઈએ, જેથી કોઈ પસ્તાવો ના રહે.

ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH TRANSLATION


God gave more than deserved,


 Arranged the wheel of karma.


 Man kept making constant demands and complaints,


 Could not enjoy the riches of life.


 Repentance of the man  happened when what was gone,


 The knowledge of the truth came with a feeling of appreciation.


 When all grievances and demands dissolve,


 A thank you and acceptance  was then placed.




      The human body that God incarnated us with is enough for us.  The eyes that wake up every morning also awaken a new hope, to start anew, to finish what was incomplete yesterday, to correct what was wrong yesterday. God has given us more than we deserve.  A healthy body and a constant thoughtful mind, caring and preservation relationships. However, one of the limitations of the human mind is that it does not know how to conserve or maintain what it has. As such, diet and exercise against nature and daily routines slowly make the body sick.  The body is not valued as long as it is healthy, its value is realized when disease enters it.  So why can't it be saved already? Maintaining regularity in life, avoiding laziness, eating right thing in right way and being active in any way keeps the health of the body healthy.  Do not wait for the body to get sick to do all this.

        Similarly, maintaining the mind also keeps the mind healthy.  We wonder how the mind will get sick?  Just as the house is not cleaned for days and garbage accumulates in the house, similarly the garbage of negativity accumulates on the mind.  The mind is constantly wandering.  It can be cleaned and made healthy by reading, company of good people.  Doing something you love grows something inside, which eventually turns to positivity.  A strong mind also has a strong body.



In the same way, man does not appreciate the relationships that a fortunate has been given. make complaints or demands The love, the feeling of this relationship is ignored or not prioritized.  When this relationship suddenly goes away, its value is realized.



In short, regardless of what a person has, ignores and make complains or demands, when it is suddenly gone, the fact is realized and the truth is known.  If this happens suddenly and we understand its value, we should take care of it with acceptance in the presence  of body-mind or relationship in life, so that there is no regret.


 Dhara Manish Gadara "Gati".



Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty