Conquer the world by conquering yourself
જે જાતથી હારે, તે હારે જગતથી. જે જાતને જીતે, તે જીતે જગતને. માણસ પોતાની સ્થિતિ માટે દોષનો ટોપલો સતત બીજા પર ઢોળતો હોય છે. જીવનમાં કંઈ કરી શકવા કે કંઈ ના કરી શકવાનું કારણ કોઈ બીજા નહીં પણ ખુદ પોતાની જાત જ હોય છે. જેટલા પણ સફળ વ્યક્તિઓ હોય છે તેમને બધું સરળતાથી નથી મળી ગયું, તેની માટે તેમને કંઈ કેટલાયે સંઘર્ષ કર્યા હોય છે, જે સ્થિતિ આવી એમાં પોતાની જાતને ઢાળીને પોતાનું કર્મ નિભાવ્યું હોય છે. તેઓ બાહ્ય જગત સાથે લડવા કરતા પોતાની જાત સાથે સતત લડ્યા હોય છે. કેમકે, માણસને બાહ્ય શત્રુઓ કરતા આંતરિક શત્રુઓથી જ વધારે નુકશાન થાય છે. આ શત્રુઓને ઓળખીને તેની સામે લડીને જે જીતે તે જગતને જીતવાની સક્ષમતા મેળવે છે. આ આંતરિક શત્રુઓ એટલે ઈર્ષ્યા, અતિશય આળસ, અનિયંત્રિત જાત, બેદરકારી, કાર્યમાં આયોજનનો અભાવ, જવાબદારીને મુલતવી રાખવાની ટેવ, પોતાના જ કાર્ય માટે બીજા પર નિર્ભર રહેવાની ટેવ, વ્યર્થ વાતોમાં સમય વેડફવો અને બીજા નુકસાન પહોંચાડતા અવગુણો જે આગળ વધવામાં અવરોધ ઉભા કરે છે. મેળવવુ...