Conquer the world by conquering yourself

 જે જાતથી હારે,

તે હારે જગતથી.

જે જાતને જીતે,

તે જીતે જગતને.



         માણસ પોતાની સ્થિતિ માટે દોષનો ટોપલો સતત બીજા પર ઢોળતો હોય છે. જીવનમાં કંઈ કરી શકવા કે કંઈ ના કરી શકવાનું કારણ કોઈ બીજા નહીં પણ ખુદ પોતાની જાત જ હોય છે. જેટલા પણ સફળ વ્યક્તિઓ હોય છે તેમને બધું સરળતાથી નથી મળી ગયું, તેની માટે તેમને કંઈ કેટલાયે સંઘર્ષ કર્યા હોય છે, જે સ્થિતિ આવી એમાં પોતાની જાતને ઢાળીને પોતાનું કર્મ નિભાવ્યું હોય છે. તેઓ બાહ્ય જગત સાથે લડવા કરતા પોતાની જાત સાથે સતત લડ્યા હોય છે. કેમકે, માણસને બાહ્ય શત્રુઓ કરતા આંતરિક શત્રુઓથી જ વધારે નુકશાન થાય છે. આ શત્રુઓને ઓળખીને તેની સામે લડીને જે જીતે તે જગતને જીતવાની સક્ષમતા મેળવે છે.

             આ આંતરિક શત્રુઓ એટલે ઈર્ષ્યા, અતિશય આળસ, અનિયંત્રિત જાત, બેદરકારી, કાર્યમાં આયોજનનો અભાવ, જવાબદારીને મુલતવી રાખવાની ટેવ, પોતાના જ કાર્ય માટે બીજા પર નિર્ભર રહેવાની ટેવ, વ્યર્થ વાતોમાં સમય વેડફવો અને બીજા નુકસાન પહોંચાડતા અવગુણો જે આગળ વધવામાં અવરોધ ઉભા કરે છે.

            મેળવવું છે ઘણું બધું પણ મેળવવા માટે કરવામાં આવતા કાર્ય માટે કંઈ નથી કરવું અથવા મુલતવી રાખવું છે અથવા જાતને જ વાયદાઓ કરીને છેતરવી છે.આજ નહીં કાલ કહેનાર માટે કાલ ક્યારેય નથી આવતી,મનના ગુલામ નહીં પણ રાજા બને તે સ્વયંને સિદ્ધ કરી શકે. જેમ રાજા પાસે રાજની સાથે ઘણી બધી જવાબદારી હોય છે તેવી જ રીતે મનને સતત કેળવતા રહીને જાત પાસેથી નિરંતર કામ લેવાની જવાબદારી છે.જો આપણા આંતરિક શત્રુઓને ઓળખીને તેની સામે લડીને જીત મેળવીએ તો બાહ્ય સ્થિતિમાં રહેલા સંઘર્ષો સામે સરળતાથી લડી શકવાની સક્ષમતા આપોઆપ મળે છે. પોતાની જાત સાથે લડીને મનને મજબૂત બનાવનાર માનવી સંજોગો સામે લડવાની શક્તિ મેળવી શકે છે.સ્વયંની કસોટીમાંથી પાર થનાર સૃષ્ટિની કસોટી સામે ટકી શકવાની ઉર્જા મેળવી શકે છે.

           ટૂંકમાં, જગતને જીતવા પહેલા જાતને જીતવી.જો નાના અવગુણો પર દુર્લક્ષ સેવીને મોટા સપનાઓ જોતા હોય તો તેને સાકાર કરવા અશક્ય છે.પળે-પળે સમય અને જાત પ્રત્યે સભાનતા કેળવનાર સમયના સ્વામી બની સપનાઓને જીતી શકે છે.

 ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH TRANSLATION


One who defeats oneself,


 One lost from the world.


 One who conquers oneself,


 One conquers the world.




 Human being is constantly blaming others for ones condition.  The reason for being able to do or not do anything in life is not someone else but oneself.  how many successful people there are, they have not got everything easily, they have had to struggle for it, they have done their karma by molding themselves in the situation.  They are constantly at war with themselves rather than with the outside world.  Because, a person suffers more from internal enemies than from external enemies.  One who overcomes these enemies by recognizing them and fighting them gains the ability to conquer the world.

These internal enemies are jealousy, excessive laziness, uncontrollable nature, carelessness, lack of planning in work, habit of postponing responsibility, habit of depending on others for one's own work, wasting time in idle talk and other harmful vices that hinder progress.

There is much to gain, but to do nothing or postpone the work to be done, or to deceive oneself by making promises. For those who say tomorrow, tomorrow never comes, one who becomes not a slave of the mind but a king can achieve oneself.  Just as a king has many responsibilities with a ruler, it is a responsibility to constantly cultivate the mind and take continuous work from oneself. If we recognize our internal enemies and fight them and win, then the ability to easily fight the conflicts in the external situation is automatically acquired.  A human being who strengthens his mind by fighting with oneself can gain strength to fight against circumstances.One who overcomes the test of self can gain the energy to withstand the test of creation.


 In short, conquer yourself before conquering the world. Big dreams are impossible to realize if one ignores small vices. One who Consciousness time and self-awareness gradually can conquer dreams by becoming a master of time.


 Dhara Manish Gadara "Gati".



Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow