Posts

Showing posts from April, 2023

Let's enjoy what we get intuitively

Image
 સાહજિક રીતે મળ્યું છે જે, સમજી ના શકાયું ક્યારેય તે. ગુમાવતા રહ્યા સ્નેહના સમુદ્રને, ખોટી મહત્વાકાંક્ષા સમી મૃગજળની દોડ પાછળ.         જીવનમાં એવું ઘણું બધું છે જે સરળતાથી મળ્યું હોય અને તેની ઉપસ્થિતિમાં તેનું મૂલ્ય સમજાયું ના હોય. જયારે તેની અનુપસ્થિતિ હોય ત્યારે તે વધારે સમજાતું હોય છે.આ સુંદર સૃષ્ટિ પર વિશાળ જીવન કુદરતની મોટી ભેટ છે. તેને આપણે ખોટી આદતોથી, વ્યસનથી અને નજીવી વાતો પકડી રાખીને વેડફીએ છીએ.         પાછળ રહી જવાના ડરે સતત અર્થહીન દોડતા જ રહીએ છીએ. આસપાસ ખીલેલી પ્રકૃતિને વ્યસ્તતાના કારણે આંખો નિહાળી નથી શકતી.           શરીરની દરકાર ના રાખતો માનવી જયારે કોઈ બિમારીનો અણસાર આવે કે કોઈ અંગ ગુમાવે ત્યારે સભાન બને છે. તો આ મૂલ્યવાન શરીરની જાળવણી માટે શું કોઈ બિમારી કે કોઈ અંગને ગુમાવાની રાહ જોવી પડે? આપણી પાસે હયાત હોય ત્યારે આપણે કેમ સમજી નથી શકતા?           આપણી પાસે ઉંઘ અને સુંવાળી પથારી, ભુખ અને ભોજન અને બીજી ઘણી બધી સુખ -સુવિધાઓ છે. ઘણા લોકો પાસે મખમલી પથારી હોય તો પણ ઉંઘ માટે દવાઓ...