Let's enjoy what we get intuitively

 સાહજિક રીતે મળ્યું છે જે,

સમજી ના શકાયું ક્યારેય તે.

ગુમાવતા રહ્યા સ્નેહના સમુદ્રને,

ખોટી મહત્વાકાંક્ષા સમી મૃગજળની દોડ પાછળ.



        જીવનમાં એવું ઘણું બધું છે જે સરળતાથી મળ્યું હોય અને તેની ઉપસ્થિતિમાં તેનું મૂલ્ય સમજાયું ના હોય. જયારે તેની અનુપસ્થિતિ હોય ત્યારે તે વધારે સમજાતું હોય છે.આ સુંદર સૃષ્ટિ પર વિશાળ જીવન કુદરતની મોટી ભેટ છે. તેને આપણે ખોટી આદતોથી, વ્યસનથી અને નજીવી વાતો પકડી રાખીને વેડફીએ છીએ.

        પાછળ રહી જવાના ડરે સતત અર્થહીન દોડતા જ રહીએ છીએ. આસપાસ ખીલેલી પ્રકૃતિને વ્યસ્તતાના કારણે આંખો નિહાળી નથી શકતી.

          શરીરની દરકાર ના રાખતો માનવી જયારે કોઈ બિમારીનો અણસાર આવે કે કોઈ અંગ ગુમાવે ત્યારે સભાન બને છે. તો આ મૂલ્યવાન શરીરની જાળવણી માટે શું કોઈ બિમારી કે કોઈ અંગને ગુમાવાની રાહ જોવી પડે? આપણી પાસે હયાત હોય ત્યારે આપણે કેમ સમજી નથી શકતા?

          આપણી પાસે ઉંઘ અને સુંવાળી પથારી, ભુખ અને ભોજન અને બીજી ઘણી બધી સુખ -સુવિધાઓ છે. ઘણા લોકો પાસે મખમલી પથારી હોય તો પણ ઉંઘ માટે દવાઓ લેવી પડે છે, જયારે ઘણા લોકો એક ટકનું ભોજન પણ માંડ માંડ મેળવી શકતા હોય છે. પણ, આપણા નસીબમાં ભગવાને આ બધાની સાથે બીજું ઘણું બધું સરળતાથી આપ્યું છે એટલે તેની કિંમત સમજાતી નથી.

           સંબંધોમાં પણ કંઈક એવું જ છે. માઁનો મીઠો સ્પર્શ, પિતાની છત્રછાયા, આપણા જ ઉત્કર્ષ માટે સ્વજનો તરફથી મળતો ઠપકો,સ્નેહની ગાંઠે બંધાયેલા દરેક સંબંધની હૂંફ, સમર્પણ અને એકબીજાની દરકાર માટે લેવાતી નાની-નાની સંભાળ આ બધું જયારે સીધી રીતે મળી જતુ હોય ત્યારે આપણે તેને એ હંમેશા ઉપલબ્ધ જ છે એમ માનીને તેને માણવાને બદલે ખોટી મહત્વાકાંક્ષા સમી મૃગજળની દોડ પાછળ દોડ્યા કરીએ છીએ. જીવનમાં સાચી મહત્વકાંક્ષા રાખવી જરૂરી છે, તેનાથી કંઈક ધ્યેય રહે છે અને જીવનની પ્રગતિ થાય છે. પણ, ખોટી દિશામાં ખોટી રીતે દોડતા રહેવાથી કે જીવનના ભોગે પ્રગતિ માટેની મથામણ કેટલી યોગ્ય? આવું અર્થહીન રીતે દોડવાની સ્પર્ધામાં જે પ્રેમ, સ્નેહ, હૂંફ, દરકાર, સમર્પણ જેવું જે સાહજિક રીતે મળ્યું છે તેનું મૂલ્ય નથી સમજતા.

         ઈશ્વરના વરદાન સમા તંદુરસ્ત શરીરને જાળવીને, સ્નેહના સમુદ્રને અને સાહજિક રીતે મળેલાને માણીને કંઈક બનવા-કરવા માટે મહેનત કરીએ તો પ્રગતિ તો અવશ્ય થશે, સાથે-સાથે સંતોષનો ઓડકાર પણ મળશે.

    ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH TRANSLATION


Naturally got that,


 Never understood that.


 Losing the sea of ​​love,


Like a misguided ambition behind a mirage run.



          There are so many things in life that are easily found and the value in its presence is not realized.  It is more understandable when it is absent. The abundant life on this beautiful creation is a great gift of nature.  We waste it by wrong habits, addictions and holding on to trifles.

       We keep running meaningless for fear of being left behind.  Due to busyness the eyes cannot see the blossoming nature around.

      A person who does not take care of his body becomes conscious when he suffers from an illness or loses any organ.  So should we wait for an illness or the loss of an organ  to preserve this precious body?  Why don't we understand when we have it alive?

        We have sleep and soft bed, hunger and food and many other comforts.  Even if many people have a velvet bed, they have to take medicines for sleep, while many people can barely afford even a single meal.  But, fortunately for us, God has given all these and many other things so easily that it is priceless.

          There is something similar in relationships.  Mother's sweet touch, father's shadow, scold from relatives for our own upliftment, warmth of every relationship bound by the knot of love, dedication and small care taken for each other's care, when we get all these directly, we believe these taken for granted. Instead of enjoying it, we run after the mirage with false ambition.  It is important to have true ambition in life, it gives some purpose and leads to progress in life.  But, how good is the pursuit of progress at the expense of life by running in the wrong direction?  In such a meaningless running race, those who do not understand the value of love, affection, warmth, care, dedication which is intuitively received.

         If we work hard to do something by maintaining a healthy body as blessed by God, enjoying the ocean of love and what is naturally received, progress will surely be made, along with a belch of satisfaction.

 


Dhara Manish Gadara "Gati".

       

            


          



Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow