Auspicious death of a festive life

છે નિશ્ચિત મૃત્યુ, તો ડર શાનો છે? તૂટતી હોય નાડીઓ, ત્યારે પસ્તાવો શાનો છે? નથી શરીરનો કોઈ પણ ભાગ, છતાં, રાજ કરે છે જીવન પર. જી હા, અદ્રશ્ય મન માલિક છે પળોનો. જો બીજાને દુભાવ્યા, તો નક્કી મન પણ વ્યથિત થશે. નિભાવ્યો ધર્મ પવિત્ર કર્મનો, પ્રકૃતિ પણ, નિભાવશે તેનો ધર્મ. મને ઉજવ્યો હોય જીવનનો ઉત્સવ, તો, મૃત્યુ પણ બને છે ઉત્સવ. ઈશ્વરનું અદ્ભૂત સર્જન એટલે તેને બનાવેલ મનુષ્ય. શરીરના અવયવો સંકલન સાધી સતત મશીનની જેમ કાર્યરત રહે છે. હૃદયમાં ભરેલી લાગણીઓ આ હાલતા-ચાલતા મશીનને માણસ બનાવે છે.ઈશ્વરે તેમાં પુરેલું એવું અમર તત્વ કે જે જીવંતતા આપે તે એટલે આત્મા. શરીરના કોઈ પણ ભાગમાં નથી આવ્યું છતાં શરીર પર અને જીવન પર રાજ કરે તે એટલે મન. કોઈના દુ:ખે દુઃખી થાય, પરાઈ પીડા દૂર કરવાનો નાનો અમથો પણ પ્રયાસ કરે, અને પોતાના કાર્યોથી પ્રકૃતિ કે જગતને હાની ના પહોંચાડે તો માણસાઈ જીવતી છે તેમ કહેવાય. બાકી, આસપાસ થતા દુ:વ્યવહારમાં આપણે શું કહી ચાલી નીકળીએ તો આપણે હાલતા-ચાલતા મશીન જ કહેવાઈએ. એ દુ:વ્યવહાર ક્યારે આપણા સુધી પહોંચી જશે તેની આપણને પણ ખબર નહીં રહે. કોઈની મહેનતને બિરદાવીએ, કોઈને પ્રોત્સાહન આપીએ,...