Auspicious death of a festive life
છે નિશ્ચિત મૃત્યુ,
તો ડર શાનો છે?
તૂટતી હોય નાડીઓ,
ત્યારે પસ્તાવો શાનો છે?નથી શરીરનો કોઈ પણ ભાગ,
છતાં, રાજ કરે છે જીવન પર.
જી હા,
અદ્રશ્ય મન માલિક છે પળોનો.
જો બીજાને દુભાવ્યા,
તો નક્કી મન પણ વ્યથિત થશે.
નિભાવ્યો ધર્મ પવિત્ર કર્મનો,
પ્રકૃતિ પણ, નિભાવશે તેનો ધર્મ.
મને ઉજવ્યો હોય જીવનનો ઉત્સવ,
તો, મૃત્યુ પણ બને છે ઉત્સવ.
ઈશ્વરનું અદ્ભૂત સર્જન એટલે તેને બનાવેલ મનુષ્ય. શરીરના અવયવો સંકલન સાધી સતત મશીનની જેમ કાર્યરત રહે છે. હૃદયમાં ભરેલી લાગણીઓ આ હાલતા-ચાલતા મશીનને માણસ બનાવે છે.ઈશ્વરે તેમાં પુરેલું એવું અમર તત્વ કે જે જીવંતતા આપે તે એટલે આત્મા. શરીરના કોઈ પણ ભાગમાં નથી આવ્યું છતાં શરીર પર અને જીવન પર રાજ કરે તે એટલે મન.
કોઈના દુ:ખે દુઃખી થાય, પરાઈ પીડા દૂર કરવાનો નાનો અમથો પણ પ્રયાસ કરે, અને પોતાના કાર્યોથી પ્રકૃતિ કે જગતને હાની ના પહોંચાડે તો માણસાઈ જીવતી છે તેમ કહેવાય. બાકી, આસપાસ થતા દુ:વ્યવહારમાં આપણે શું કહી ચાલી નીકળીએ તો આપણે હાલતા-ચાલતા મશીન જ કહેવાઈએ. એ દુ:વ્યવહાર ક્યારે આપણા સુધી પહોંચી જશે તેની આપણને પણ ખબર નહીં રહે. કોઈની મહેનતને બિરદાવીએ, કોઈને પ્રોત્સાહન આપીએ, કોઈને સારા શબ્દો કહી શકીએ, શક્ય તેટલી કોઈની મદદ કરી શકીએ તો ઈશ્વરે આ મશીનમાં સિંચેલી લાગણી લેખે લાગશે.
આ નિશ્વર શરીરમાં કુદરતે એવું અમર તત્વ આપેલું છે જેનાથી જીવંતતા મળેલી છે, તે એટલે આત્મા. જન્મ થાય ત્યારે આપણે સાથે કશું જ નથી લાવ્યા ને મૃત્યુ થશે ત્યારે પણ સાથે કશું જ નથી લઈ જવાના. પણ, જીવન દરમ્યાન થયેલા કર્મોનું ભાથું આત્મા નામના તત્ત્વમાં જરૂર ભરાતું હોય છે.
આપણે જે જગ્યાએ ઉપસ્થિત હોઈએ, જે કાર્ય કરતા હોઈએ તેમાં પુર્ણપણે ઓતપ્રોત હોઈએ તો તે મનથી થયેલું છે તેમ કહેવાય. પણ, જો તેમ ના થાય તો મન કોઈ બીજા સ્થળે, બીજા કાર્યમાં ફરતું હોય છે. શરીર કોઈ બીજી જગ્યાએ હોય અને મન કોઈ બીજા સ્થળે ફરતું હોય. અદ્રશ્ય મન શરીરના કોઈ પણ ભાગમાં નથી આવ્યું છતાં તે આપણા પર રાજ કરતુ હોય છે. સતત વિહરતા મનને બાંધીને જે તેના પર રાજ કરી શકે તેને ખરેખર જીવંત કહી શકાય. બાકી, તો હોય બીજે ને મન ભમતું હોય બીજે તો આપણે ફક્ત શ્વાસની અવર-જવરના ગુલામ કહેવાઈએ.
ભગવાને જયારે જન્મ આપ્યો હોય, ત્યારે જ મૃત્યુની તારીખ લખાઈ ગઈ હોય છે. તેની વચ્ચે ચાલતા શ્વાસોમાં જીવન કેવું જીવવું તે આપણા હાથમાં છે. સ્વાર્થી બની બીજાને દુઃખ આપનાર હાલતુ-ચાલતું મશીન જ બની રહીએ, સાથે લઈ જવાનું આત્માનું ભાથું કોરુંકટ રાખીએ અને મનના ગુલામ બનીએ તો તેને જીવન ના કહેવાય. જો આવી રીતે શ્વાસોને પસાર કર્યા હોય ને, જયારે યમનું તેડું આવે ત્યારે, શરીરની તૂટતી નાડીઓ સમયે પારાવાર પીડા અને પશ્ચ્યાતાપ થાય છે. આખા જીવનની રીલ ત્યારે નજર સમક્ષ પસાર થતી હોય છે.
પણ, જો શ્વાસની સાથે હૃદયની ઊંડી લાગણી અન્ય જીવ પર વરસાવી હશે, પ્રકૃતિ કે જગતને હાની ના પહોંચાડીને આત્માનું પાત્ર ભર્યું હશે, મન મારીને નહીં પણ, મન ભરીને જીવ્યા હશું તો જીવન એક ઉત્સવ બની રહેશે. ઉત્સવ બનેલા જીવનનું મૃત્યુ પણ શાંતિ અને સંતોષ સાથે એક ઉત્સવ જ બને છે. તે સંપૂર્ણપણે સત્ય હકીકત છે. ઉત્સવ બનેલા મૃત્યુમાં જીવની ગતિ શિવ તરફ થાય છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
death is certain ,
So what is the fear?
When pulses breaks,
Then what is repentance?
not any part of the body,
Yet, rules over life.
yes
The invisible mind is the king of moments.
If we hurt others,
Then it's determined that mind will also be distressed indirectly.
Performed the true religion of holy Karma,
Nature, too, will practice its religion.
If we celebrate the festival of life,
So, even death becomes a festival.
The wonderful creation of God is the human being. The organs of the body work like a continuous coordinated machine. The feelings filled in the heart make this moving machine a human. The immortal element that God instills in it is the soul. Although it has not come from any part of the body, it is the mind that rules the body and life.
In this mortal body, nature has given an immortal element from which life is derived, that is the soul. When we born,we have brought nothing with us and when we die, we will not take anything with us. But, the amount of karma done during life is filled in the element called soul.
Only when God gave birth, the date of death is written. It is in our hands how to live life in the breaths that run between it. If we become selfish and become a running machine that hurts others, keep totally empty soul that we will to carry with us and become a slave of the mind, then it is not called life. If the breaths have been passed in this way, when the time of departs from the earth comes, There is intolerable pain and repent occurs, when the nerves of the body break. The whole reel of life is passing before the eyes.
But, if along with the breath, the deep feelings of the heart have been showered on others, if the soul has been filled with good deeds and without harming the nature or the world, if we have lived with fullness of mind and not killing the mind, then life will be a festival. If we live life as a festival, then, the death with peace and contentment will also become a festival. It is absolutely true fact. In a death that becomes a festival, the movement of the life moves towards Shiva.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment