Posts

Showing posts from December, 2023

KNOW AND ENJOY LIFE

Image
  છે બધુ જીવનમાં , છતાં , મન અનુભવે ખાલીપો.   શોધ્યું કારણ સમગ્ર જગમાં , છતાં , મનને ના મળ્યો રાજીપો. જ્યારે , થાકીને વિતાવી ક્ષણો જાત સંગમાં , ત્યારે , મળ્યો ભીતરમાં જ અમૂલ્ય રત્નનો ખજાનો.   હાલના સમયે   ડિપ્રેશન નામની બીમારીએ માણસને અંદરથી ખોખલો બનાવી દીધો છે. આજના માનવી પાસે તમામ પ્રકારની સુખ-સુવિધાઓ છે , છતાં , તે અભાવોમાં જ જીવે છે. તેનું મૂળ કારણ બદયાયેલી જીવનશૈલી છે. પહેલાના સમયમાં ઉગતા સૂર્યની પહેલા દિનચર્યાની શરૂઆત કરી દેતા ને આથમતા સૂર્યની સાથે સઘળું કાર્ય આટોપી પૂરો પરિવાર સાથે સમય વિતાવતો. શ્રમદાયક જીવન ને દેશી ભાણાની મોજ હતી , કેટલાય ભૌતિક અભાવોમાં આયખું વિતાવી નાખતા. છ્તાં , મનમાં રાજીપો જ રમતો. સમયની માંગ પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ . તમામ પ્રકારની ભૌતિક સમૃધ્ધિ અને ટેક્નોલોજીનો ઉપયોગ જીવનની સુખાકારી માટે કરવો જોઈએ. પણ , કહેવાય છે ને કે “અતિની ગતિ ના હોય.” સોશ્યલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ કરીને ભ્રામક દુનિયાને સાચી માની અંદરથી પીડાઈએ. કચરો પવિત્ર શરીરમાં ઠાલવીએ , લોકોને દેખાડી દેવાના ચક્કરમાં જ પરિવાર અને જાત સાથે જીવવાનું...