KNOW AND ENJOY LIFE

 

છે બધુ જીવનમાં,

છતાં, મન અનુભવે ખાલીપો. 

શોધ્યું કારણ સમગ્ર જગમાં,

છતાં, મનને ના મળ્યો રાજીપો.

જ્યારે, થાકીને વિતાવી ક્ષણો જાત સંગમાં,

ત્યારે,મળ્યો ભીતરમાં જ અમૂલ્ય રત્નનો ખજાનો. 


હાલના સમયે  ડિપ્રેશન નામની બીમારીએ માણસને અંદરથી ખોખલો બનાવી દીધો છે. આજના માનવી પાસે તમામ પ્રકારની સુખ-સુવિધાઓ છે, છતાં, તે અભાવોમાં જ જીવે છે. તેનું મૂળ કારણ બદયાયેલી જીવનશૈલી છે. પહેલાના સમયમાં ઉગતા સૂર્યની પહેલા દિનચર્યાની શરૂઆત કરી દેતા ને આથમતા સૂર્યની સાથે સઘળું કાર્ય આટોપી પૂરો પરિવાર સાથે સમય વિતાવતો. શ્રમદાયક જીવન ને દેશી ભાણાની મોજ હતી, કેટલાય ભૌતિક અભાવોમાં આયખું વિતાવી નાખતા. છ્તાં, મનમાં રાજીપો જ રમતો. સમયની માંગ પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ. તમામ પ્રકારની ભૌતિક સમૃધ્ધિ અને ટેક્નોલોજીનો ઉપયોગ જીવનની સુખાકારી માટે કરવો જોઈએ. પણ, કહેવાય છે ને કે “અતિની ગતિ ના હોય.” સોશ્યલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ કરીને ભ્રામક દુનિયાને સાચી માની અંદરથી પીડાઈએ. કચરો પવિત્ર શરીરમાં ઠાલવીએ, લોકોને દેખાડી દેવાના ચક્કરમાં જ પરિવાર અને જાત સાથે જીવવાનું ચૂકી જઈએ છીએ. ક્યાંક કરવાનું છે તે ચૂકી જઈએ છીએ ને ના કરવાનું હોય તેનો વ્યાપ વધારતા જઈએ છીએ. આ બધાની વચ્ચે મન અંદરથી કોરાતું જાય છે. સમતુલાપૂર્વકના ઉપયોગથી, એકાંતથી, અસ્તિત્વને ઉજવવાથી, જાતને વ્યક્ત કરવાથી અંદરથી કઈક વધે છે. જે જીવનનો અમૂલ્ય ખજાનો શાંતિ અને સંતોષ આપે છે.   

સ્વને પામીને વિકસાવાની પ્રક્રિયા એટલે જીવન.માનવી પુરા જગને જાણવાના પ્રયાસો કરશે પણ, જાતને નહીં જાણે.બાકી જેના વગર જીવન અશક્ય છે તેવા અમૂલ્ય શ્વાસોની પણ માનવી કદર નથી કરતો. શ્વાસો અગણિત છે. પણ, એકે-એક શ્વાસ કિંમતી છે. જો એક શ્વાસ પણ અટકી જાય, તો, જીવન પણ ત્યાં થંભી જાય છે. લેવાતા શ્વાસોની, સ્વની જેટલા નજીક તેટલી જ જીવનની સફર સુવર્ણમય.

ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION



There is everything in life,


However, the mind feels empty.


Searched for cause all over the world,


However, Mind did not find happiness.


When, after tiring spent moments with self,




Then, a treasure of precious gems was found inside.


Nowadays depression has made man empty from inside.  Today's man has all kinds of comforts, yet, he lives in something lacking of something.It's main reason is changing lifestyle.  In earlier times, human used to start his daily routine before the rising sun and spend time with the whole family after completing all the work with the setting sun. There was hardworking life nd simple meal, they spent whole life with lack of material facilities. Still, mind was full of happiness.  Life should be changed according to the demand of time.  All kinds of material prosperity and technology should be used for the well-being of life.  But, it is said that "there should be no excessive speed."  By using social media unnecessarily, we suffer from inside by believing the illusory world to be true.  Pouring garbage into the holy body, we miss out on living with family and self to showing off to people.  Somewhere we miss what we have to do and increase the scope of what we don't have to do.  Amidst all this, the mind goes hollow from within.  Balanced use, solitude, celebrating existence, expressing oneself grows something from within.  The precious treasure of life that gives peace and contentment.


 The process of finding and developing self is life. Human is trying to know the whole world but, one is not know oneself. Human does not appreciate even the precious breath withoutwhich life is impossible.  Breaths are uncountable.  But, every breath is precious.  If even one breath stops, then life also stops there.  The closer to the breaths taken, the closer to the self, the golden is the journey of life.


 Dhara Manish Gadara "Gati".



 








 

 

Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow