Position, prestige and money can not buy happiness.
પદ, પ્રતિષ્ઠા ને પૈસો છે અપાર,
પણ, ના કર્યું ક્યારેય કોઈનું કલ્યાણ.ના કેળવ્યો મળ્યું છે તેમાંથી આપવાનો ગુણ,
સ્વાર્થપણું સાધી બનાવ્યું મનને મલિન.
આદરી શોધ ઈશ્વરે માનવતાની,
થયા દુઃખી વેર-ઝેર ને ઈર્ષ્યાને સઘળે દેખી.
નિહાળ્યો જેનામાં સર્વહિતનો વિચાર,
વરસ્યા આશિર્વાદ તે વિશાળ મનના માલિક પર.
ક્યારેક કોઈ અત્યંત જરૂરિયાતમંદ હોય, છતાં પોતાનું દુઃખ ભૂલી બીજા માટે કોઈ પણ રીતે શ્રમથી કે સમયથી, મનથી કે વાણીથી કે તેની પાસે જે કાંઈ પણ છે તેમાંથી ઉપયોગી થતું હોય, ત્યારે સમજવુ કે દુનિયામાં માણસાઈ હજુ જીવિત છે. પણ, જયારે પદ, પ્રતિષ્ઠા ને પૈસો હોવા છતાં મન અત્યંત સંકુચિત હોય, સક્ષમતા હોવા છતાં મહેનતુ છતાં અક્ષમ હોય તેના અભાવનો મનમાં વિચાર ના જાગે, ક્યારેય કોઈનુંય તસુભાર સારૂ કર્યુ હોય, તો તેના ગુણગાન ગાતા જીભ ના થાકે તેવા લાગણીવિહીન યંત્રવત માણસ નથી જાણતો હોતો કે અહીં કશુંય કાયમી નથી.
બધી વસ્તુઓની ગણતરી માંડતો માનવી દયાભાવ દાખવવામાં પણ કંજુસાઈ કરે છે. તેના મુખેથી બે મીઠાં વેણ પણ નથી નીકળી શકતા, કે જે સામે રહેલા વ્યક્તિની વિકટ પરિસ્થિતિમાં શાતા આપે. સતત સ્વાર્થ શોધતા તેનું મન પણ મલિન બની જાય છે. તે ધનથી ભલે ધનિક હોય, પણ, માણસાઈથી ગરીબ જ કહેવાય છે.
અને આવા ગરીબ માણસો સતત પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા ઈર્ષ્યા અને વેર-ઝેરની ભાવથી પીડાતા રહે છે. જે તેને જંપવા દેતા નથી. તે ધન હોવા છતાં, પદ હોવા છતાં દુઃખી જ રહે છે. તેની પાસે રહેલું ધન ખુશીને ખરીદી શકતું નથી. કેમકે, ખુશીનું નિર્માણ ઈશ્વરે આપવામાં કર્યુ છે, લેવામાં નહીં.ઈશ્વર પણ તેને બનાવેલા માનવીને જોઈને દુઃખી થતા હશે.
જયારે કોઈ વ્યક્તિમાં બીજાનું સારૂ કરવાની ભાવના હોય, તેની પાસે જે છે, તેમાંથી શક્ય તેટલું શ્રમથી, ધનથી કે આવડતથી બીજાને ઉપયોગી થવાની ભાવના હોય. જેનું મન પોતાની સાથે બીજાનો પણ ઉદ્ધાર થાય તેવું ઝંખતું હોય, જેનું મન, વચન અને કર્મ બીજાનું કલ્યાણ થાય તેવા હોય તે ધનથી ભલે ગરીબ હોય, પણ માણસાઈથી ખૂબ અમીર હોય છે. પ્રકૃતિ સતની બનેલી છે, અસતની નહીં. જેનામાં સતની ભાવના જીવિત છે, તેનું ઈશ્વર ક્યારેય કાંઈ ખૂટવા નથી દેતા.
જીવનમાં બધું જ હોય, પણ શાંતિ અને ખુશી ના હોય, તો બધું નકામું અને જીવનમાં કાંઈ ના હોય છતાં ચહેરા પર સ્મિત અને મન ઉમંગથી ભરેલું હોય તો જીવન સફળ.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Position, prestige and money are immense,
But, never did anyone's welfare.
Not cultivated, got the quality of giving from it,
Selfishness made the mind dirty.
God Finding humanity,
Become sad while seeing all vengeance and jealousy.
He saw in whom the thought of universal welfare was,
Gave blessings on the owner of that vast mind.
Sometimes, when someone is in extreme need, yet forgets his own pain and helps others in some way, whether through work or time, mind or speech or whatever he has, then we understand that humanity is still alive in the world. But, when despite having position, prestige and money, the mind is extremely narrow, despite having ability, seeing the hardworking yet incapable, the thought of ones shortcomings does not arise in the mind, if one has ever done anything good for anyone, then the emotionless mechanical person who does not tire of singing his praises does not know that nothing is permanent here.
A person who starts counting all the things is stingy even in showing kindness. Not even two sweet words can come out of his mouth, which can bring peace to the person in ones difficult situation. mind also becomes dirty by constantly seeking selfishness. Even if ones is rich in money, is said to be poor in humanity.
And such poor people constantly suffer from jealousy and hatred to prove themselves superior. Which does not allow to keep calm them.Despite having money, despite having a position, ones remains unhappy. The money ones has cannot buy happiness. Because, happiness is created by God to be given, not to be taken. God also be sad to see the human being who he has created.
When a person has a desire to do good for others, he has a desire to be useful to others as much as possible with his labor, wealth or skills. The one whose mind longs for the salvation of others along with self, whose mind, words and deeds are such that others got benefit, even if one is poor in wealth, is very rich in humanity. Nature is made of truth, not falsehood. God never lets anyone in whom the spirit of truth is alive lack anything in life.
If there is everything in life, but there is no peace and happiness, then everything is useless and if there is nothing in life, but there is a smile on the face and the mind is full of enthusiasm, then life is successful.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment