Independent nature :don't depend on other's words and actions
કોઈ મારું સારુ કરે તો જ હું કરૂ, કોઈ મારું છીનવે તો હું પણ છીનવું, કોઈ મને છેતરે તો હું પણ છેતરું, કોઈ મને દગો દે તો હું પણ આપું, શા માટે માનવીનું વર્તન છે આધારિત? જો મારે સારુ કરવુ છે તો હું કરીશ જ, મારું કોઈ છીનવે, છેતરે કે દગો દે, તો વળતો જવાબ તેની ભાષામાં ના આપું, મારો સ્વભાવ કોઈ પર આધારિત નહીં પણ, મૂળ અને મુક્ત બનાવી શકું. બાકી, સાચા-ખોટા કે સારા-ખરાબનો ન્યાય તો દુનિયાના રાજાના દરબારમાં થાય છે. બસ, આપણી સાથે જયારે ખરાબ થાય ત્યારે વળતો પ્રહાર ખરાબ કર્યા વગર યોગ્ય રીતે ટકી શકવાની ક્ષમતા એટલે જ મૂકત અને મૂળ સ્વભાવની જાળવણી. જયારે કોઈ વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિની વાણી, વર્તનથી દુઃખ થાય, તો તે વળતો પ્રહાર કરવાનું વર્ષો પછી પણ ચુકતો નથી, એ પણ સમય આવ્યે વ્યાજ સાથે વળતો જવાબ આપે છે. જ્યાં સુધી વળતો વ્યવહાર ના થાય ત્યાં સુધી મનમાં કોઈ કિંમતી ઘરેણાંની જેમ સાચવી રાખીને અંદર ને અંદર એક જ્વાળાની જેમ બળતો રહે છે. એ સામી વ્યક્તિને જ્યાં સુધી જવાબ આપી ના દે ત્યાં સુધી તેની અંદરની બળતરા સમતી નથી. પણ, એમ કરવાથી તકલીફ તે પોતાની જાતને જ આપે છે....