Independent nature :don't depend on other's words and actions


કોઈ મારું સારુ કરે તો જ હું કરૂ,

કોઈ મારું છીનવે તો હું પણ છીનવું,
કોઈ મને છેતરે તો હું પણ છેતરું,
કોઈ મને દગો દે તો હું પણ આપું,
શા માટે માનવીનું વર્તન છે આધારિત?
જો મારે સારુ કરવુ છે તો હું કરીશ જ,
મારું કોઈ છીનવે, છેતરે કે દગો દે,
તો વળતો જવાબ તેની ભાષામાં ના આપું,
મારો સ્વભાવ કોઈ પર આધારિત નહીં પણ,
મૂળ અને મુક્ત બનાવી શકું.
બાકી, સાચા-ખોટા કે સારા-ખરાબનો ન્યાય તો દુનિયાના રાજાના દરબારમાં થાય છે.
બસ, આપણી સાથે જયારે ખરાબ થાય ત્યારે વળતો પ્રહાર ખરાબ કર્યા વગર યોગ્ય રીતે ટકી શકવાની ક્ષમતા એટલે જ મૂકત અને મૂળ સ્વભાવની જાળવણી.


           જયારે કોઈ વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિની વાણી, વર્તનથી દુઃખ થાય, તો તે  વળતો પ્રહાર કરવાનું વર્ષો પછી પણ ચુકતો નથી, એ પણ સમય આવ્યે વ્યાજ સાથે વળતો જવાબ આપે છે. જ્યાં સુધી વળતો વ્યવહાર ના થાય ત્યાં સુધી મનમાં કોઈ કિંમતી ઘરેણાંની જેમ સાચવી રાખીને અંદર ને અંદર એક જ્વાળાની જેમ બળતો રહે છે. એ સામી વ્યક્તિને જ્યાં સુધી જવાબ આપી ના દે ત્યાં સુધી તેની અંદરની બળતરા સમતી નથી. પણ, એમ કરવાથી તકલીફ તે પોતાની જાતને જ આપે છે. બીજાની વાણી અને વર્તનથી દુભાયેલી લાગણીને શાતા આપવા માટે ક્ષમા આપવી એ શ્રેષ્ઠ માર્ગ છે. તેનાથી પોતાની જાતને જ શાંતિ મળે છે.

જયારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિનું સારુ કરે ત્યારે તે વ્યક્તિ તરફથી કઈ લાભ મળે એવી આશા મનમાં સેવે છે. જો તે અન્ય વ્યક્તિ તરફથી અપેક્ષા મુજબ જવાબ ના મળે તો, તે દુઃખી થઈ જાય છે. જયારે, કોઈનું સારુ કરીએ, ત્યારે, બદલામાં કોઈ પણ પ્રકારના લાભની અપેક્ષા રાખવી ના જોઈએ. ભલે તે વ્યક્તિ તરફથી લાભ મળે કે ના મળે, પણ મારા સ્વભાવ મુજબ હું હંમેશા સારુ જ કરીશ. તે પ્રકૃતિગત મારી ફરજ છે, તે વિચારથી મન હળવાશ અનુભવશે.

કોઈ આપણને છેતરે, કે દગો આપે કે ભેદભાવ ભર્યો વ્યવહાર થાય ત્યારે, સામે તેની ભાષામાં જવાબ આપ્યા વગર વિનમ્રતાપૂર્વક પ્રતિકાર કરી, સ્વમાન જાળવી તે પરિસ્થિતિમાંથી ઝડપથી જાતને બહાર કાઢવાનો પ્રયત્ન કરવાથી તે ક્ષણે જાત સચવાઈ જાય છે. જો તેની ભાષામાં જ આપણે જવાબ આપવા જઈએ તો, વેરાગ્નિથી અતૃપ્ત થયેલું મન આપણને જ જંપવા નથી દેતું. ભલે આપણે ક્રિયારૂપે નહીં, પ્રતિક્રિયારૂપે જવાબ આપતા હોઈએ, પણ, પ્રકૃતિ સતથી બનેલી છે. અસતથી રચાયેલા તરંગો આપણને જ જંપવા નથી દેતા.

 પ્રકૃતિ સારા-ખરાબ કે સાચા -ખોટાનો ન્યાય આપણા કરતા વધારે શ્રેષ્ઠ રીતે કરે છે. દુનિયાના રાજાના દરબારનો ન્યાય આપણા કરતા વધારે ચડિયાતો હોય છે. અંતે કર્મ કર્તાને શોધી જ લેતું હોય છે. આપણું જીવન જીવનના સર્જનહાર પર છોડીને, મુક્ત સ્વભાવની જાળવણીથી, જાતને પ્રત્યેક ક્ષણે ઉજવવાથી જીવનદાતાનું સર્જન લેખે લાગશે.

  
ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION




If someone does me good, I will do it.

 If someone steals from me, I will also steal.

 If someone cheats me, I cheat too.

 If someone betrays me, I will also betray.

 Why is human behavior based?

 If I want to do good, I will do it.

 Someone steals, cheats or betrays me,

 So don't reply in their language,

 My nature depends on no one but,

 Can create original and free.

 Besides, the judgment of right and wrong or good and bad is done in the court of the king of the world.

 Well, when things go wrong with us, the ability to survive properly without retaliating is the preservation of the original nature.

When a person is hurt by the words and behavior of another person,  does not fail to strike back even after years, also gives a counter-reply with interest in time.  Until reciprocation takes place, it burns like a flame within the mind, preserved like a precious jewel. Untill take revenge, flame of burning doesn't cool down. But, by doing so, one gives trouble to oneself.  Forgiveness is the best way to heal feelings hurt by the words and actions of others.  It gives peace to oneself.

When a person does good to another person, he hopes to get some benefit from that person.  If he doesn't get the expected response from the other person, one gets hurt.  When doing good to someone, one should not expect any kind of benefit in return.  Whether I get benefit from that person or not, but according to my nature I will always do good.  It is my natural duty, the mind will feel relaxed with that thought.

When someone cheats, betrays or discriminates against us, resisting politely without answering in their language, trying to get out of the situation quickly by maintaining self-respect saves the self at that moment.  If we are going to answer in their language, the mind, insatiable with vengeance, does not allow us to live.  Even though we respond reactively and not reactively, nature is composed of truth. Malicious waves around us do not allow us to take peaceful breath.

 Nature judges good-bad or right-wrong better than we do.  The justice of the court of the king of the world is superior to ours.  In the end karma finds the doer.  By leaving our lives to the Creator of life, by maintaining a free nature, by celebrating ourselves in every moment, the creation of the Giver of Life will be get original value.

 Dhara Manish Gadara "Gati".



Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow