Life is the journey of happiness and sorrow

ઘણુ ઈચ્છાએ તો ઘણુ અનિચ્છાએ ઘણુ મનભર તો ઘણુ મન મારીને, ઘણુ ફરજે તો ઘણુ લાગણીએ, ઘણું માનથી તો ઘણું સ્વાભિમાને ઘણું સરવાળો તો ઘણી બાદબાકી કરીએ તો જીવનના દરિયાને મોજથી પાર કરી શકીશું. દરિયામાં એક મોજું સુખનું તો બીજું દુઃખનું આવે, દરેક વહેણમાં જાતને સંભાળી આગળ વધતો રહે તે સાચો નાવિક. મોટા ભાગે માનવી ભગવાન તેના દુઃખ દૂર કરે એવું જ માંગતો હોય છે, દુઃખ દૂર થાય એવું નહીં પણ દુઃખ સામે ટકી શકવાની, લડવાની અને દુઃખ સામે લડીને જીતવાની શક્તિ ભગવાન પાસે માંગવાની હોય છે. જયારે સારા દિવસો હોય ત્યારે આપણે અહંકારમાં ફરતા હોઈએ છીએ, જીવન સ્વાર્થથી જીવતા હોઈએ છીએ. જયારે, દુઃખ અચાનક આપણું સરનામું શોધી આવી પડે ત્યારે જીવન ભારે ભરખમ બની જતું હોય છે. ત્યારે માનવીને સત્યનો પણ સાક્ષાત્કાર થતો હોય છે. આપણા જ જીવનનું નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે જયારે જીવનમાં દુઃખ આવી પડે, ભલે તે શારીરિક, માનસિક કે આર્થિક હોય, ત્યારે, આપણો સ્વભાવ વિનમ્ર બની જાય છે, સત્યની નજીક નિસ્વાર્થ બની જઈએ છીએ. તો આવો સ્વભાવ મેળવવા આપણે જીવનમાં દુઃખ આવવાની શા માટે રાહ જોઈએ છીએ? જીવનની સ્થિતિ કોઈ પણ હોય, કોઈનું મન દુભાય એવા ...