Life is the journey of happiness and sorrow

ઘણુ ઈચ્છાએ તો ઘણુ અનિચ્છાએ

ઘણુ મનભર તો ઘણુ મન મારીને,
ઘણુ ફરજે તો ઘણુ લાગણીએ,
ઘણું માનથી તો ઘણું સ્વાભિમાને
ઘણું સરવાળો તો ઘણી બાદબાકી કરીએ તો જીવનના દરિયાને મોજથી પાર કરી શકીશું.
દરિયામાં એક મોજું સુખનું તો બીજું દુઃખનું આવે,
દરેક વહેણમાં જાતને સંભાળી આગળ વધતો રહે તે સાચો નાવિક.




 મોટા ભાગે માનવી ભગવાન તેના દુઃખ દૂર કરે એવું જ માંગતો હોય છે, દુઃખ દૂર થાય એવું નહીં પણ દુઃખ સામે ટકી શકવાની, લડવાની અને દુઃખ સામે લડીને જીતવાની શક્તિ ભગવાન પાસે માંગવાની હોય છે. જયારે સારા દિવસો હોય ત્યારે આપણે અહંકારમાં ફરતા હોઈએ છીએ, જીવન સ્વાર્થથી જીવતા હોઈએ છીએ. જયારે, દુઃખ અચાનક આપણું સરનામું શોધી આવી પડે ત્યારે જીવન ભારે ભરખમ બની જતું હોય છે. ત્યારે માનવીને સત્યનો પણ સાક્ષાત્કાર થતો હોય છે. આપણા જ જીવનનું નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે જયારે જીવનમાં દુઃખ આવી પડે, ભલે તે શારીરિક, માનસિક કે આર્થિક હોય, ત્યારે, આપણો સ્વભાવ વિનમ્ર બની જાય છે, સત્યની નજીક નિસ્વાર્થ બની જઈએ છીએ. તો આવો સ્વભાવ મેળવવા આપણે જીવનમાં દુઃખ આવવાની શા માટે રાહ જોઈએ છીએ? 

જીવનની સ્થિતિ કોઈ પણ હોય, કોઈનું મન દુભાય એવા શબ્દો, એવું વર્તન બિલકુલ ના કરવું જોઈએ, સત્યને સમજવાની ને સ્વીકારવાની આદત કેળવવા દુઃખ આવે એની રાહ ના જોવાની હોય, અહંકાર છોડીને વિનમ્રતા, નિસ્વાર્થ બની દરેકને ઉપયોગી થઈ શકે એવું જીવન દરેક સ્થિતિમાં હોવું જોઈએ.

કુંતા માતાએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે દુઃખ માંગેલું. કેમકે, દુઃખમાં જ ઈશ્વરની નિકટ જઈએ છીએ. પીડા હોય તો જ પરમેશ્વર પૂજાય છે. 

જીવનદરિયામાં એક જ સ્થિતિ કાયમ નથી રહેતી. એક મોજું સુખનું તો બીજું દુઃખનું આવે છે. સુખ હોય ત્યારે નમ્રતા જાળવી રાખીએ અને દુઃખ હોય ત્યારે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખી હિંમત ના હારીએ, ધીરજ જાળવી રાખીએ તો જાત અને જીવન બંને સંભાળાઈ જાય છે.

જીવનમાં ક્યારેક આપણી ઈચ્છા મુજબ તો ક્યારેક અનિચ્છાએ થાય છે, ક્યારેક આપણે મન ભરીને, તો ક્યારેક મન મારીને જીવીએ છીએ, ક્યારેક આપણી લાગણી બિલકુલ ના હોય પણ, ફરજ નિભાવતા હોઈએ છીએ, તો ક્યારેક અંદરથી ઉદભવેલી લાગણી માટે આપણી ફરજ ના હોવા છતાં બીજા માટે કંઈ કરતા હોઈએ છીએ, ક્યારેક આપણને માન મળતું હોય છે, તો ક્યારેક અપમાન મળતું હોય છે. કેટલાક સરવાળા અને બાદબાકી કરીએ તો જ જીવન જીવવા જેવું લાગે છે. જીવન કસોટી છે, તો સાથે-સાથે જાણવા અને માણવા જેવું પણ છે. 

ટૂંકમાં, સુખમાં સ્વભાવને સંભાળવાનો ને દુઃખમાં જાતને સંભાળવાની છે. સુખમાં ઈશ્વરનો આભાર માનવાનો અને દુઃખમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવાની. સુખ અને દુઃખની યાત્રાનું નામ જ જીવન છે.

ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH TRANSLATION 

Sometimes we do Willingly sometimes unwillingly

 Sometimes we do With a lot of heart and sometimes we do for duty,
Sometimes we do for respect, sometimes we do for self-respect
 Sometimes we have to add, sometimes we have to subtract, if we do then, we will be able to cross the sea of ​​life with joy.
 One wave in the sea of life comes with happiness and another with sorrow,
 A true sailor who handle oneself in every situation nd keeps going.




Most of the time, people want that God remove their pain, we don't pray god for removing pain, but, to ask God for the strength to withstand the pain, to fight and win against the pain.  When there are good days, we are wandering in ego, living life selfishly.  Life becomes overwhelming when grief suddenly finds our address.  Then the truth is also realized to the human being.  If we observe our own life, we will realize that when we suffer in life, be it physical, mental or financial, then our nature becomes humble, we become selfless closer to the truth.  So why do we wait for suffering in life to get such a nature?

Irrespective of the condition of life, words that hurt someone's heart, such behavior should not be used at all, one should not wait for pain to develop the habit of understanding and accepting the truth, leave ego and be humble, selfless and be useful to everyone in every situation.

Kunta Mata asked Lord Krishna for suffering in blessings.  Because, we get close to God only in suffering.  God is worshiped only if there is pain.

In the ocean of life, one state does not last forever.  One wave comes of happiness and another of sorrow.  If we keep humility when there is happiness and keep faith in God when there is pain, if we do not lose courage, if we keep patience, both self and life will be taken care of.

Sometimes in life it happens according to our wish and sometimes unwillingly, sometimes we live full of our mind, sometimes we live without our mind, sometimes we have no feeling at all, but we are fulfilling our duty, sometimes we do for others even though we have no duty but for the feeling that arises from within.  As we do, sometimes we get respect, sometimes we get insulted.  Life seems like living just by doing some additions and subtractions.  As life is a test, it is also something to be learned and enjoyed at the same time.

In short, in happiness one has to take care of nature and in suffering one has to take care of oneself.  To thank God in happiness and to have faith in God in sorrow.  Life is the journey of happiness and sorrow.

 Dhara Manish Gadara "Gati".















Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty