A memorable souvenir for every stage of life
માર્ગની મજા લઈ જાણે તે ખરો પથિક, કાંટા ળો માર્ગ જોઈ ડરી જાય તે કાયર, બધા માર્ગો ફૂલોથી શણગારેલા નથી હોતા, મંઝિલ મેળવવી જ સફળતા નથી, વાગેલા ઘાને ભુલાવી, જાતને સંભાળી, મોજથી ડગલાઓ માંડતા રહેવા, એ જ ખરી સફળતા છે. જીવનમાં સત્તા, સંપત્તિ, હોદ્દો કે પદ મેળવવો જ સફળતા નથી. આ બધું મેળવી લીધું હોય છતાં જીવનમાં કોઈક અભાવ નડતો હોય છે. આ અભાવ, અતૃપ્ત મન જીવનને શાંત નથી થવા દેતું. શાંત એટલે જે શ્વાસો ભરીએ તે જીવંત અવસ્થામાં, જાગ્રત થઈને ભરીએ અને કોઈ પણ ફરિયાદ વગર સાક્ષી ભાવે જીવનના રંગોને માણીએ. માણસ સત્તા, સંપત્તિ, નામના, પદ, હોદ્દો મેળવવા સતત દોટ મુકતો જ રહે છે. અને આ બધું કદાચ મળી પણ જાય છતાં તે સંતોષથી નથી જીવી શકતો. કારણ, આ બધું મેળવવાની દોટમાં તેની પાસે જે હતું, તે છૂટતું જતું હતું. એટલે બધું મળી જાય તો છૂટી ગયેલાનો વસવસો રહે છે. જીવનમાં બધું મેળવવું જરૂરી જ છે અને મેળવવું પણ જોઈએ જ. પણ, એ મેળવવાની જે સફર છે તેનું પણ એક યાદગાર સંભારણું હોવું જોઈએ. જો સફરનું સંભારણું સારૂ હોય તો કદાચ જીવનમાં સત્તા, સંપત્તિ, હોદ્દો આ બધું ના મળે તો પણ મન તૃપ્ત રહે છે. નિષ્ઠાભેર કાર્ય, શ્વાસમાં આ...