Posts

Showing posts from June, 2024

Medicine called forgiveness and weapon called bravery can defeat grief

Image
મનની પીડા વધારે ને વધારે ઘેરાતી ગઈ, પ્રયાસો છતાં ના મળી દર્દની કોઈ દવા, થાકી-હારીને મને કર્યુ કંઈક નક્કી, જાતથી કે બીજાથી મળેલા દુઃખને ભૂલી જવુ. મળી ક્ષમા નામની અમૂલ્ય ઔષધિ, જેને લેનાર કરતા આપનારને આપી વધારે શાતા. દર્દનું કારણ જાત હોય કે અન્ય, જાતને કે અન્યને ક્ષમા આપવાથી, પીડા મૂળથી દૂર થાય, જે મનને દુઃખમાંથી ખુબ શાતા આપે છે. જીવનમાં જયારે અચાનક જ અંધારુ થઈ જાય, ત્યારે અંધારામાં ગમે તેમ કરીને જાતને સંભાળી લેવી અને મનમાં મજબૂત આશ પણ બાંધવી કે આજે અંધારું છે, પણ, આવતીકાલે અજવાળું જરૂર થશે ને એ અજવાળાથી ચમકીશું પણ ખરા. જીવનનું અંધારું એટલે જીવનમાં દુઃખની સ્થિતિ. એ દુઃખ કદાચ આપણે જાતે ઉભું કરેલું હોય, કદાચ કોઈ અન્યથી થયું હોય, કદાચ આપણે કે કોઈ અન્ય સિવાય સ્થિતિ જ જવાબદાર હોય. દુઃખના સમયમાં સૌથી અઘરું છે જાતને સંભાળવાનું. કોઈ પણ પરિસ્થિતિને આપણે સહજભાવે સ્વીકારી લઈએ તો, મનની સમસ્યાઓ ઓછી થઈ જાય છે. દુઃખને સ્વીકારી લઈએ, તો મન ઓછું પીડાશે. પણ, આપણે દુઃખને સ્વીકારવાને બદલે સામે ફરિયાદ કરીએ કે મારી સાથે આવું શા માટે થયું? જેટલી ફરિયાદો વધારે, એટલી જ તકલીફ વધારે.સ્વીકારવાથી દુઃખ જતું ર