Medicine called forgiveness and weapon called bravery can defeat grief

મનની પીડા વધારે ને વધારે ઘેરાતી ગઈ,

પ્રયાસો છતાં ના મળી દર્દની કોઈ દવા,
થાકી-હારીને મને કર્યુ કંઈક નક્કી,
જાતથી કે બીજાથી મળેલા દુઃખને ભૂલી જવુ.
મળી ક્ષમા નામની અમૂલ્ય ઔષધિ,
જેને લેનાર કરતા આપનારને આપી વધારે શાતા.
દર્દનું કારણ જાત હોય કે અન્ય,
જાતને કે અન્યને ક્ષમા આપવાથી,
પીડા મૂળથી દૂર થાય,
જે મનને દુઃખમાંથી ખુબ શાતા આપે છે.



જીવનમાં જયારે અચાનક જ અંધારુ થઈ જાય, ત્યારે અંધારામાં ગમે તેમ કરીને જાતને સંભાળી લેવી અને મનમાં મજબૂત આશ પણ બાંધવી કે આજે અંધારું છે, પણ, આવતીકાલે અજવાળું જરૂર થશે ને એ અજવાળાથી ચમકીશું પણ ખરા.

જીવનનું અંધારું એટલે જીવનમાં દુઃખની સ્થિતિ. એ દુઃખ કદાચ આપણે જાતે ઉભું કરેલું હોય, કદાચ કોઈ અન્યથી થયું હોય, કદાચ આપણે કે કોઈ અન્ય સિવાય સ્થિતિ જ જવાબદાર હોય.

દુઃખના સમયમાં સૌથી અઘરું છે જાતને સંભાળવાનું. કોઈ પણ પરિસ્થિતિને આપણે સહજભાવે સ્વીકારી લઈએ તો, મનની સમસ્યાઓ ઓછી થઈ જાય છે. દુઃખને સ્વીકારી લઈએ, તો મન ઓછું પીડાશે. પણ, આપણે દુઃખને સ્વીકારવાને બદલે સામે ફરિયાદ કરીએ કે મારી સાથે આવું શા માટે થયું? જેટલી ફરિયાદો વધારે, એટલી જ તકલીફ વધારે.સ્વીકારવાથી દુઃખ જતું રહે એવું ના બને, પણ, સામે લડવાની શક્તિ જરૂર મળે.

જો એ દુઃખ આપણા જ કર્મોથી થયું હોય તો, થયેલી ભૂલમાંથી શીખીને, જાતને સુધારવાની એક તક આપવા જાતને માફી આપી દેવી."મારાથી આવું શા માટે થયું?" એવા વારંવાર કરેલા સવાલો પીડા આપશે. તેના બદલે થવાનું હતું તે થઈ ગયું, પણ, હવે ક્યારેય આવું નહીં કરું એવો વિચાર જાતને સાંત્વના આપે છે. અને જો કોઈ બીજાથી દુઃખ મળ્યું હોય ત્યારે પણ આપણા જ વિચારો આપણી મન:સ્થિતિને સાચવે છે. જયારે આપણા દ્વારા કોઈ પણ જાતની ફરિયાદ વગર, વફાદારી પૂર્વક, નિસ્વાર્થ ભાવે સંબંધમાં સમર્પણ કર્યુ હોય, તે વ્યક્તિ જ લાગણીઓ સાથે રમત રમે, ત્યારે સહન ના થઈ શકે એવું દુઃખ થાય, તે સ્વાભાવિક છે. પણ, આપણે જો તેમને માફ કરી દઈએ,  તો તેના કરતા આપણને વધારે રાહત મળશે. ક્ષમા એક એવી ઔષધિ છે, જે લેનાર કરતા આપનારને ઝડપથી સાજા કરી દે છે. 

ક્ષમા આપીને આપણે આપણી જાતનું જ ભલું કરતા હોઈએ છીએ. પણ, ક્ષમા એને આપવાની હોય જેને પોતે કરેલી ભૂલનો પસ્તાવો હોય, ભૂલને સ્વીકારી હોય અને ફરી ક્યારેય આવું નહીં બનવાની ખાત્રી આપી હોય. પણ, જેમને લાગણીઓ સાથે રમત જ રમવી છે, તે સામે તો સારા હોય પણ, પાછળથી હતા તેવા ને તેવા. એમાં આપણે આપેલી ક્ષમા આપણને જ પીડશે. આજે કહી દે કે હવે ક્યારેય નહીં કરું ને આવતીકાલે ફરી પાછું બીજાને ડંખવાનું શરુ. આવા સમયે વારંવાર માફી આપવી એ આપણી સમજદારી નહીં પણ, મૂર્ખતા કહેવાય. 

માફી તેને જ મળવી જોઈએ, જેને પોતે ભૂલની સામેથી કબૂલાત કરી હોય, ભૂલનો અફસોસ આંખોમાં દેખાતો હોય, ફરીથી આવું પુનરાવર્તન ના થાય એની ખાત્રી આપતા હોય. પણ, એમને તો ક્યારેય માફ ના કરવા જે પોતાની ભૂલોને છુપાવવા સામે આક્ષેપબાજીઓ કરે. 

તો આવી સ્થિતિમાં આપણને થયેલા દુઃખ સામે કઈ રીતે લડવું. તો તેનો સચોટ જવાબ એ કે એ વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારી લેવી, તો તેનું વર્તન મનને ઓછું પીડા આપશે. જો, સ્વીકારી ના શકાય એમ હોય તો શું કરવું? કોઈ વ્યક્તિને તમારા લાખ પ્રયાસો છતાં સુધરવું જ નથી, તેને જેવું છે તેવું સ્વીકારવું પણ આપણા માટે અઘરું હોય ત્યારે એક મજબૂત સ્વભાવ કેળવવાનો. એ સ્વભાવમાં એક કિંમતી ગુણ કેળવવો. એ ગુણ એટલે શૌર્ય. શૂરવીરતા એટલે રણમેદાને લડવું એ જ નથી. આ જીવન પણ ક્યાં રણમેદાનથી ઓછું હોય છે!

"મારા જીવનમાં આવેલ દુઃખનું કારણ કોઈ અન્ય છે, જેને સ્વીકારવા, સુધારવા છતાં કોઈ જ પરિવર્તન નથી, તો તેના માટે મારે મારી જાતને શા માટે દુઃખી કરવી?" એવું વિચારીને ભગવાન પાસે ડગલે ને પગલે ખુશીથી, મોજથી ચાલી શકવાની શક્તિ માંગવાની. દુઃખથી ડરીને પાછળ હટવાને બદલે, નબળા વિચારો કરવાને બદલે શૂરવીરતાનો ગુણ કેળવશું તો જીવન જીવવા જેવું લાગશે. આપણે સમાજમાં જોઈએ છીએ કે બીજાના દુઃખથી ત્રાસી લોકો પોતાની જિંદગી ટૂંકાવતા હોય છે. આવા કાયર બનવાને બદલે દુઃખની સામે શૂરવીરતાથી સામે લડવાનું નામ એટલે જીવન.

દુઃખનું કારણ જો આપણી જાત હોય તો, પણ આપણે આપણી જાતને માફ કરી દેવી. ખાસ વાત તો એ કે ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ના થાય એવું કરવું. ઘણા લોકો પોતાની જાતને પરિણામ અને સજાના ડરથી માફ નથી કરી શકતા હોતા અને કાયર બની જિંદગીથી હારી જતા હોય છે. કાયર બનવાને બદલે જિંદગીને જીવવાની અને જીતવાની બહાદુરી બતાવો અને એવું કર્મ કરો જેની સામે ભૂતકાળમાં થયેલી ભૂલ ઘણી વામણી બની જાય. 


ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION 

The pain of the mind grew deeper and deeper,

 Despite efforts, no pain medication was found,
 Tired and lost, I decided something,
 To forget the pain received from oneself or others.
 Found the precious herb called forgiveness,
 The one who give forgive can get more relief than the taker.
 Whether the cause of pain is self or other,
 By forgiving ourselves or others,
 remove the root of pain,
 Which gives the mind a lot of relief from pain.

When life suddenly gets dark, then take care of yourself in the dark and build a strong hope in your mind that today is dark, but tomorrow we will need light and we will shine with that light.




 Darkness of life means the condition of suffering in life.  That pain may have been caused by ourselves, may have been caused by someone else, may be the situation is responsible for it other than us or someone else.

Taking care of yourself is the hardest thing to do in times of grief.  If we accept any situation instinctively, the problems of the mind are reduced.  If we accept suffering, then the mind will suffer less.  But, instead of accepting the suffering, we should complain that, " why did this happen to me?"  The more complaints, the more suffering. Acceptance does not make the pain go away, but it gives strength to fight against it.


 If the pain is caused by our own actions, forgive yourself to give yourself a chance to learn from the mistake and improve. "Why did this happen by me?"  Such frequent questions will hurt.  Instead, what was meant to happen was done, but the thought of never having to do it again is comforting.  And even when someone else has hurt us, our own thoughts preserve our state of mind.  It is natural that when someone who has surrendered to the relationship without any complaints, faithfully, selflessly, that person plays games with emotions, then there is unbearable pain, it is natural.  But, if we forgive them, we will get more relief than that.  Forgiveness is a medicine that heals the giver faster than the receiver. 

By forgiving, we are doing ourselves a favor.  But, forgiveness should be given to the one who has repented of the mistake one made, accepted the mistake and assured that it will never happen again.  But, those who want to play games with emotions, are good in front, but in hindsight.  The forgiveness we give will only hurt us.  Say today that "I will never do it again" and start biting others again tomorrow.  Repeatedly apologizing at such times is not our wisdom but is called foolishness. 


 Forgiveness should be given only to the one who has admitted the mistake in front of us, shows the regret of the mistake in ones eyes, and ensures that it will not be repeated again.  But, never forgive those who make accusations against hiding their mistakes.

So how can we fight against the pain caused to us in such a situation.  So the correct answer is that if you accept the person as  it is, ones behavior will be less painful to the mind.  If can't accept that person, can't improve a person despite your best efforts, can't accept ones as one is, then develop a strong character when it is difficult for us.  Cultivating a precious quality in that nature.  That quality means bravery.  Bravery is not just about fighting on the battlefield.  Even this life is less than a battlefield? 


 "Someone else is the cause of the pain in my life, which, despite accepting, correcting, there is no change, so why should I hurt myself for it?"  Thinking like that, ask God for strength to walk happily and joyfully.  Instead of retreating in fear of suffering, instead of thinking weak thoughts, if we develop the virtue of bravery, life will feel like living.  We see in the society that people who are tormented by the pain of others shorten their lives.  Instead of being such a coward, fighting bravely against suffering is the name of life.

If the cause of suffering is ourselves, we must forgive ourselves.  The special thing is to do so that it never happens again in the future.  Many people are unable to forgive themselves because the fear of result nd punishment and become cowards and lose their lives.  Instead of being a coward, show the courage to live and conquer life and do deeds that make the mistakes of the past dwarf. 



 Dhara Manish Gadara "Gati".


Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow