Posts

Showing posts from November, 2024

Let's keep flowing with the pace of life.

Image
  સમય વહે છે, શ્વાસો વહે છે ને સાથે જીંદગી પણ વહે છે. પણ, વહેલા સમયમાં, વહેલા શ્વાસોમાં દરેક સમયે ખુલા મનથી જીવાયેલી જીંદગી નથી વહી શકતી. જયારે કોઈ યાત્રાએ નીકળીએ ને વધુ સામાનનો બોજ યાત્રાની મજા બગાડે એ રીતે જીવનમાં વધુ પડતી અપેક્ષાઓ, ફરિયાદો, બીજાની ભૂલો જોવી એ જીવન પર બોજરૂપ બને છે. જયારે, સ્વીકારની ને માફ કરવાની ક્ષમતા ને નિડરતા પૂર્વકનું સત્ય જીવનને હળવું બનાવે છે. વહેતા સમય ને શ્વાસો સાથે ખુલા મને જીવાયેલી જિંદગીની ગતિ પણ વહી શકશે. જે પ્રકૃતિએ આપણને આપ્યું છે તેને સાક્ષી ભાવે આપણે માણી શકીશું. જેમ બંધિયાર પાણી બગડી શકે, તેમ મનમાં બાંધી રાખેલો જડપૂર્વકનો વિચાર મનને બગાડી શકે છે. દુષિત મનની નકારાત્મકતા જીવનના શ્વાસોને ભારે ભરખમ બનાવે છે. ખોટું પકડી રાખીને,  શા માટે મનને ઘા આપતા રહીએ? છોડીને, થોડું જતું કરીને, શ્વાસોને હળવા બનાવીએ, મનને મુક્ત બનાવીએ. ગણતરીના ગણિતને થોડું નબળું કરીને, લાગણીનાં તંતુને મજબૂત કરીને, થોડી સમજણથી, થોડી આવડતથી, સંબંધોના સેતુને મજબૂત બનાવી, હરખભેર જીવનને વધાવીએ.   ધારા મનિષ ગડારા "ગતિ". ENGLISH TRANSLATION Time flows, breaths flow and life a...