Let's keep flowing with the pace of life.

 સમય વહે છે, શ્વાસો વહે છે ને સાથે જીંદગી પણ વહે છે.

પણ, વહેલા સમયમાં, વહેલા શ્વાસોમાં દરેક સમયે ખુલા મનથી જીવાયેલી જીંદગી નથી વહી શકતી.
જયારે કોઈ યાત્રાએ નીકળીએ ને વધુ સામાનનો બોજ યાત્રાની મજા બગાડે એ રીતે જીવનમાં વધુ પડતી અપેક્ષાઓ, ફરિયાદો, બીજાની ભૂલો જોવી એ જીવન પર બોજરૂપ બને છે. જયારે, સ્વીકારની ને માફ કરવાની ક્ષમતા ને નિડરતા પૂર્વકનું સત્ય જીવનને હળવું બનાવે છે.
વહેતા સમય ને શ્વાસો સાથે ખુલા મને જીવાયેલી જિંદગીની ગતિ પણ વહી શકશે. જે પ્રકૃતિએ આપણને આપ્યું છે તેને સાક્ષી ભાવે આપણે માણી શકીશું.
જેમ બંધિયાર પાણી બગડી શકે, તેમ મનમાં બાંધી રાખેલો જડપૂર્વકનો વિચાર મનને બગાડી શકે છે. દુષિત મનની નકારાત્મકતા જીવનના શ્વાસોને ભારે ભરખમ બનાવે છે.
ખોટું પકડી રાખીને, 
શા માટે મનને ઘા આપતા રહીએ?
છોડીને, થોડું જતું કરીને,
શ્વાસોને હળવા બનાવીએ, મનને મુક્ત બનાવીએ.
ગણતરીના ગણિતને થોડું નબળું કરીને,
લાગણીનાં તંતુને મજબૂત કરીને,
થોડી સમજણથી, થોડી આવડતથી,
સંબંધોના સેતુને મજબૂત બનાવી,
હરખભેર જીવનને વધાવીએ.


 
ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH TRANSLATION

Time flows, breaths flow and life also flows with it.

But, when time flows, breath flows, a life lived with an open mind cannot flow at all times.
Just as when one sets out on a journey and the burden of excess baggage spoils the fun of the journey, like that excessive expectations, complaints, seeing the mistakes of others become a burden on life. Whereas, the ability to accept and forgive and fearlessly tell the truth makes life easier.

With the flowing time and breaths, the pace of a life lived with an open mind will also flow. We will be able to enjoy what nature has given us as a witness.

Just as stagnant water can spoil, the rigid thoughts tied up in the mind can spoil the mind. The negativity of a polluted mind makes the breaths of life very heavy.

By holding on to the past wrong matters,

Why do we keep hurting the mind?

By leaving, by letting go a little,

Let us make the breaths light, make the mind free.

 By weakening the arithmetic of calculations a little in relations,

by strengthening the connection of emotions,

with a little understanding, with a little skill,

by strengthening the bridge of relationships,

let's celebrate life with vigor.

 

Dhara Manish Gadara "Gati".


Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow