Mother give birth to me: the cry of a fetal daughter
તારામાં મારાં અહેસાસથી તું કેટલી ખુશ હતી માઁ, તો અચાનક આટલી દુ:ખી કેમ થઈ ગઈ માઁ? તારામાં ઉછરી રહેલ માતૃત્વની લાગણી અમર હતી માઁ, તો મારાં જીવનાં પરિક્ષણથી તારું માતૃત્વ કેમ મરી ગયું માઁ? તારામાં ઉછરી રહેલ જીવને તું કુળદીપક માનતી હતી માઁ, મારાં જન્મ પહેલા તે કેમ માની લીધું હું કુળને નહીં દિપાવું માઁ? તારામાં ઉછરી રહેલ જીવને તું વારસદાર માનતી હતી માઁ, તું મને જન્મ તો આપ, હું આભને આંબતું નામ કરીશ માઁ. તને મળેલ કુદરતી ભેટ મેળવવા કેટલીય માનતાઓ મનાય છે માઁ, તું નસીબદાર છો સૃષ્ટિનાં ક્રમને આગળ વધારવા કુદરતે તને યોગ્યતા આપી માઁ. તું તારી ઈચ્છાથી કુદરતના ક્રમને ખોરવે છે કે પરિવાર નાં દબાણથી માઁ, મને તો લાગે છે કે તું તારી સંપૂર્ણ ઈચ્છાથી જ મારી હત્યા કરાવે છે માઁ. મારી હત્યા સમયે તારી આંખના આંસુએ મને તારા માતૃત્વનો અહેસાસ કરાવ્યો માઁ, જતા-જતા ભગવાનને પ્રાર્થના કરું કે તારા પાપની સજામાંથી તને મુક્તિ આપે માઁ. ...