Mother give birth to me: the cry of a fetal daughter

 તારામાં મારાં અહેસાસથી તું કેટલી ખુશ હતી માઁ,  

 તો અચાનક આટલી દુ:ખી કેમ થઈ ગઈ માઁ?                       


તારામાં ઉછરી રહેલ માતૃત્વની લાગણી અમર હતી માઁ, 

તો મારાં જીવનાં પરિક્ષણથી તારું માતૃત્વ કેમ મરી ગયું માઁ? 


તારામાં ઉછરી રહેલ જીવને તું કુળદીપક માનતી હતી માઁ,  

મારાં જન્મ પહેલા તે કેમ માની લીધું હું કુળને નહીં દિપાવું માઁ?


તારામાં ઉછરી રહેલ જીવને તું વારસદાર માનતી હતી માઁ, 

તું મને જન્મ તો આપ, હું આભને આંબતું નામ કરીશ માઁ.


તને મળેલ કુદરતી ભેટ મેળવવા કેટલીય માનતાઓ મનાય છે માઁ, 

તું નસીબદાર છો સૃષ્ટિનાં ક્રમને આગળ વધારવા કુદરતે તને યોગ્યતા આપી માઁ. 


તું તારી ઈચ્છાથી કુદરતના ક્રમને ખોરવે છે કે પરિવાર નાં દબાણથી માઁ, 

મને તો લાગે છે કે તું તારી સંપૂર્ણ ઈચ્છાથી જ મારી હત્યા કરાવે છે માઁ. 


મારી હત્યા સમયે તારી આંખના આંસુએ મને તારા માતૃત્વનો અહેસાસ કરાવ્યો માઁ, 

જતા-જતા ભગવાનને પ્રાર્થના કરું કે તારા પાપની સજામાંથી તને મુક્તિ આપે માઁ.



             ભારત દેશની દીકરીએ દરેક ક્ષેત્રમાં પોતાની સિદ્ધિ નોંધાવી છે. લગ્ન પછી ગૃહિણી બન્યા બાદ બેવડી જવાબદારી પૂર્ણ કરવામાં પણ સફળ નીવડી છે. તેમ છતાં હજુ પણ આજના આધુનિક સમયમાં પણ ભારત દેશના અમુક સમાજોમાં દીકરીનો જન્મ જ નથી થવા દેતા. તે લોકોની માનસિકતા એવી હોય છે કે દીકરો જ કુળને તારે, વારસો સાચવે, દિકરાથી જ પેઢીનું નામ જળવાય રહે.સંતાન એટલે દીકરો જ..... દીકરીને કદાચ જન્મ આપે તો પણ તેમની દીકરા માટેની આશ મરતી નથી. 

              જયારે સ્ત્રી પોતે માતા બનવાની હોય ત્યારે તેની પ્રાથમિકતા એક જીવનું સારી રીતે ઘડતર એ જ હોવું જોઈએ. પણ, અમુક લોકો એ શ્રેષ્ઠ સમયના ઘડતર પ્રત્યે દુર્લક્ષ સેવી ગર્ભમાં ઉછરી રહેલ જીવનું પરિક્ષણ કરાવે છે. જો તે દિકરી હોય તો બધી ખુશીઓ નિરાશામાં પરિવર્તિત થઈ જાય છે, અને આવા લોકો એ જીવની હત્યા કરતા પણ અચકાતા નથી. 

               દીકરા કે દિકરીમાં ભેદ ના કરનાર લોકો જાણે છે કે સંતાન દીકરો હોય કે દિકરી સાચી આવશ્યકતા સંસ્કારની છે. દીકરીઓ પણ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ આભને આંબતું કરે છે તો નબળી માનસિકતા ધરાવનાર લોકોને  કયો વારસો, કઈ પેઢીનું ને કુળને જાળવવો હોય છે? દીકરા -દીકરીને સમાન દ્રષ્ટિથી જોનાર સમજદાર લોકોને જો સંતાનમાં ફક્ત દિકરી જ હોય તો નબળી માનસિકતા ધરાવનાર તેમને બિચારાની દ્રષ્ટિથી જુએ છે. એ લોકો કહે છે "ભગવાને તેમના ઘરે એક ખોટ રાખી દીધી".હકિકતે, ખોટ તો તેમના વિચારોમાં છે. 

                જો દીકરીને સમાન રીતે ઉછેરવામાં આવે તો તે પણ માતા-પિતા, પરિવાર અને દેશનું નામ રોશન કરે છે. ફક્ત, આજના સમયમાં જ નહીં પહેલાના સમયમાં પણ અગણિત સ્ત્રીઓએ  ઘણા બધા ક્ષેત્રોમાં પોતાના બળે આગળ આવેલી છે.પણ, જેની માનસિકતા જ નબળી છે તેમને ક્યાં કાંઈ દેખાય છે?  ભગવાન તેમને સદબુદ્ધિ અર્પે..... 

ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH TRANSLATION 



How happy you were with my feeling in you, mother


 So why did suddenly become so sad?



 The feeling of motherhood growing up in you was immortal,


 So why did your mother die from the test of my life?



 You considered the life growing in you to be Brings success to the family

 Why did uthink before I  born that I should not that mother? 



 You considered the life growing in you as an heir,


 If you give birth to me, I will brighten name to sky.



 How many beliefs are there to get the natural gift you got,


 You are lucky to be given the ability by nature to advance the order of creation.



 You disrupt the order of nature by your will or by the pressure of family,


 I think you killed me out of your own will.



 The tears in your eyes at the time of my murder made me realize your motherhood,


 Let me pray to God to save you from the punishment of your sins.




 The daughter of the country of India has registered her achievement in every field.  Having become a housewife after marriage has also succeeded in fulfilling the dual responsibility.  However, even in today's modern times, some societies in India do not allow the birth of a daughter.  The mentality of those people is such that only the son can save the clan, the heritage, the name of the generation can be maintained from the son only.


 When a woman wants to be a mother herself, her priority should be to make a living.  Also, some people ignore the best timing and test the life in the fetus.  If she is a daughter, all happiness turns to despair, and such people do not even hesitate to kill the soul.


 People who do not discriminate between sons and daughters know that whether the child is a son or a daughter, the true need is for sacrament.  If daughters also make a name for themselves in every field, then what heritage, what generation and clan do people with weak mentality have to maintain?  Sensible people who look at sons and daughters with the same eyes, if there have only daughters, those with weak mentality look at them with poor eyes.  Those people say "God left a loss in their home". In fact, the loss is in their thoughts.


 If the daughter is brought up in the same way, it also brightens the name of the parents, the family and the country.  Not only in today's times but also in the past, countless women have come forward in many fields. But, where is the vision of those whose mentality is weak?  God bless them with common sense .....


 Dhara Manish Gadara "GATI".


 

Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow