Happiness of life


 ના રહે મને કોઇ પ્રત્યે ફરિયાદ, 

આપી શકું હું સર્વને ક્ષમા.

ના દેખાય મને બીજાના દોષ, 

 જોઈ શકુ હું સર્વના ગુણ.

ના બનાવે મને સંજોગ આધિન, 

બનાવી શકું હું સંજોગને અનુકૂળ.

ના દેખાય મને મારો સ્વાર્થ, 

મેળવી શકું હું અપાર શાંતિ-સંતોષ.

 ના સમજાય મને જો આ સત્ય તો, 

રાખી શકું હું જીવને કેવી રીતે ખુશ



            જીવનનો મોટા ભાગનો સમય આપણે ફરિયાદો કરવામાં જ વ્યતિત કરીએ છીએ. તેને મારી સાથે આમ ના કરવું જોઈએ, તેઓ મારી કદર નથી કરતા, મે કેટલુ જતું કર્યું પણ મને શું મળ્યું, મારે જ દર વખતે વગર વાંકે સાંભળવાનું અને બીજી ઘણી બધી ફરિયાદો સંબંધોમાં ઉદભવતી હોય છે. બીજા પ્રત્યે ફરિયાદ કરતા પેહલા આપણી જાતનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ક્યાંક બીજાની ભૂલ માટેનું મૂળ કારણ આપણે તો નથી ને? કદાચ આપણી ભૂલ છે જ નહીં, આપણે સાચા જ છીએ તો પણ, જેટલી ફરિયાદો ઓછી કરશુ તેટલો મનનો બોજ હળવો થશે. સંબંધને મજબૂત રાખવાની એક જ ક્ષમા નામની દવા છે. આપણે બીજાની ભૂલની ક્ષમા આપીએ એટલે આપણું મન જ હળવું ફૂલ બની જાય છે. બીજાની ભૂલને ભૂલીને આપણા મનને જ શાંતિનો અહેસાસ થાય છે. સાચા દિલથી આપેલી ક્ષમાથી આજે નહીં તો કાલે વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થાય છે. 

             સફેદ કપડામાં જે રીતે કાળો ડાઘ તરત જ દેખાય આવે છે એ રીતે બીજાના દોષને જોવામાં આપણી નજર ધારદાર હોય છે, તે જ નજર ખુદના દોષ જોવામાં સાવ બુઠ્ઠી બની જાય છે. કોઇ વ્યક્તિ  સંપૂર્ણ નથી.સારા-નરસા ગુણોના મિશ્રણથી બનેલા માનવીમાં આપણે સર્વના ગુણને જોવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. 

             નિર્બળ મન સંજોગોને આધીન બની જાય છે, જયારે સારા વિચારોથી કેળવાયેલું મન સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે છે.વ્યક્તિના મૂળ સ્વભાવની ઓળખ કપરા સંજોગોમાં જ થાય છે. નબળા મનનો માનવી મુશ્કેલ પરિસ્થિતિ સામે હારી જાય છે જયારે, મજબૂત મનનો માનવી તેની સામે સંઘર્ષ કરી જીત મેળવે છે. 

            વ્યક્તિ સ્વકેન્દ્રી હોય છે.પણ, જે સદાયે બીજા માટે જીવે છે ઈશ્વર તેને જ શાંતિ અને સંતોષ આપે છે, જે મેળવવા સ્વાર્થી માનવી આખી જિંદગી ભટક્યા કરે છે.નિસ્વાર્થ બની બીજાનું ભલુ કરશુ તો ઈશ્વર તેની નોંધ જરૂર લેશે. 

             આ જ જીવનનું સત્ય છે પણ, આપણે તેને સ્વીકારી શકતા નથી.પછી આપણે ભગવાને આપેલા આ જીવને કેવી રીતે ખુશ રાખી શકીએ? 

   ધારા મનિષ ગડારા "ગતિ"

ENGLISH TRANSLATION 


  Don't complain to anybody,
 I can forgive everyone.
 I don't see anyone else's fault,
 I can see the good quality of all.
 Don't make me subject to circumstance,
 I can adapt to the situation.
 I don't see my selfishness,
 I can get immense peace-satisfaction.
 I don't understand if this is true,
 How can I keep my life happy?





 We spend most of our lives complaining.  He shouldn't do this to me, they don't appreciate me, no matter how much I lost but what I got, I just have to listen without hesitation every time and many other complaints arise in the relationship.  We should introspect ourselves before complaining to others.  Isn't that the root cause of someone else's mistake?  Maybe it's not our fault, even if we're right, the less we complain, the lighter the burden will be.  There is only one medicine to keep a relationship strong.  When we forgive the mistakes of others, our minds become light flowers.  Forgetting the mistakes of others brings peace to our minds.  Forgiveness given with a sincere heart requires a person to realize his mistake, if not today, then tomorrow.


 The way a black spot is immediately visible in a white garment, our eyes are sharp in seeing the faults of others, the same eye becomes completely dull in seeing our own faults.  No person is perfect. In a human being made up of a mixture of good and bad qualities, we should cultivate the vision of seeing the qualities of all.


 A weak mind becomes subject to circumstances, while a mind trained with good thoughts can adapt to circumstances and situations. The original nature of a person is identified only in difficult circumstances.  A weak-minded man loses in a difficult situation, while a strong-minded man struggles against it and wins.


 A person is self-centered. But, God gives peace and contentment only to the one who always lives for others, to get which a selfish human being wanders all his life. If we become selfless and do good to others, God will take note of it.


 This is the truth of life, but we cannot accept it. So how can we keep this God-given life happy?


 Dhara Manish Gadara "Gati"





Comments

Post a Comment

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow