Don't be a complainer, be a witness of life


મળ્યું તેને માણ્યું કદી ના,

રહી ફરિયાદો જે મળ્યું ના,

શોધાય છે દશેય દિશામાંથી ભૂલો,

પણ, એક દિશા રહે છે કોરીકટ.

છે આ જ માનવ સ્વભાવ,

જે છે તે ના જોવું ને,

જે નથી તેને ઝંખવું.

જીવનમાં જે મળ્યું છે તેને જો માણતા આવડે તો જીવન જીવવા જેવું લાગે, બાકી આજ-કાલ લોકો સતત નિરાશ અને ઉદાસ બની ફરિયાદો કરતા જ જોવા મળે છે. કેમકે, તે લોકો બીજા પાસે શું છે, તે જોવામાં જ એટલા વ્યસ્ત હોય છે. જે તેની પાસે છે તેને માણ્યા વગર, શું નથી તેની સતત ફરિયાદો કર્યા કરે છે. 
તેમને પોતાની જાત સિવાય જગત આખાથી પરેશાની હોય છે. હકીકતમાં તે માણસ અંદરથી જ નાખુશ હોય છે. જે પોતે જ પોતાનાથી પ્રસન્ન નથી, સ્વાભાવિક છે તેને દરેક પરિસ્થિતિથી ફરિયાદ રહેવાની જ છે. આખો દિવસ કોઈને પણ મળ્યા વગર જો પોતાની જાત સાથે જ વિતાવાનો થાય, તો તેઓ બેચેન બની જાય છે. જેઓ પોતાની જાતને જ સહી નથી શકતા, તેમને બહારથી કોઈ પરિસ્થિતિ પ્રસન્નતા નથી આપી શકતી. 
જેઓ પોતાની જાતને એકાંતમાં પણ માણી શકતા હોય, વિસ્તરી શકતા હોય, પોતાની જાતને જાણીને માણતા અને ઉજવતા હોય, તે દુઃખની સ્થિતિમાં પણ જાતને સંભાળી લેતા હોય છે. જે પોતાની ભૂલોને સ્વીકારી શકે છે, સુધારવાની ક્ષમતા દર્શાવે છે તેઓ પોતાની જાતને એકલા મળતા ડરતા નથી. પણ, જેઓ ભૂલને ભૂલ ના માને, બીજાની નબળાઈને હથિયાર બનાવી સતત ઘા આપ્યા કરે, તેઓ બીજાને દુઃખી કરતા રહે છે. જ્યાં સુધી અન્યના દોષ જોવાની દ્રષ્ટિ ટૂંકી ના બને, ત્યાં સુધી બીજાનું ભલું કરવાની વાત દૂર રહી આપણે આપણું પણ ભલું નથી કરી શકતા. સતત બીજાની નબળાઈને વાગોળતા માનવીને બધી દિશાઓ ભૂલથી ભીની દેખાઈ છે, ફક્ત એક પોતાની દિશા જ ભૂલરહિત કોરિકટ હોય છે. આવા માણસો ભ્રમની દુનિયામાં જીવે છે ને, કોઈ પણ પરિસ્થિતિથી ખુશ થઈ શકતા નથી.
બીજાની નબળાઈ જ્યાં સુધી અહિતકારી ના હોય, ત્યાં સુધી તેની સાથે સુમેળ સાધતા શીખો. સંબંધની નબળાઈથી દૂર જઈને તમે ક્યાંય નહીં પહોંચી શકો. કેમકે, આ જગતમાં કોઈ પણ વ્યક્તિ નબળાઈરહિત નથી. આપણી ભૂલોને સ્વીકારી તેને સુધારવાની ક્ષમતા બતાવો. જે નથી તેને જોવાને બદલે જે છે તેને જાણો ને માણો તો જાતનું એકાંત મીઠું લાગશે ને આ જીવતર પણ મધુરુ બનશે.

ધારા મનિષ ગડારા "ગતિ".

English Translation 



Got it, never enjoyed it.

Complaints always what we hanen't.

 Mistakes can be find from all directions,


 But, one direction remains always correct.

This is human nature.


Don't see what have,


Always desires what haven't.

If you are able to enjoy what you have got in life, then life will feel like living, but nowadays people are seen to be constantly disappointed and sad and complaining.  Because, those people are so busy seeing what others have and what we don't have.  One who does not enjoy what one has, but constantly complains about what one does not have. 

 They are troubled by the whole world except themselves.  In fact that human being is unhappy from within.  One who is not happy with oneself, it is natural for ones to complain about every situation.  If they have to spend the whole day by themselves without meeting anyone, they become restless.  To those who cannot suffer themselves, no external situation can give them happiness. 

Those who are able to enjoy themselves even in solitude, expand, enjoy and celebrate themselves, are able to handle even in the midst of suffering.  Those who can admit their mistakes, show the ability to improve, are not afraid to meet themselves alone.  But, those who do not consider mistakes as mistakes, use the weakness of others as a weapon and continuously inflict wounds, they continue to hurt others.  Until the short-sightedness of seeing the faults of others becomes short, we cannot do good to ourselves, leaving aside the talk of doing good to others.  Continually looking at the weakness of others, one is seen to be full of mistakes from all directions, only his own direction is infallibly corrected.  Such people live in a world of illusion and cannot be happy in any situation.

 Learn to sympathize with others' weaknesses as long as they are not harmful.  Walking away from the weakness of a relationship will get you nowhere.  Because no one in this world is without weakness.  Show the ability to admit our mistakes and correct them.  Instead of looking what is what is not, if you know and enjoy what is, then your solitude will be sweet and this life will also be sweet.


 Dhara Manish Gadara "Gati".


Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow