Store Always Good thing
મગજની રચના પણ છે કેવી નિરાળી! ખરાબ સાચવી રાખે ને સારૂ ભૂલી જાય. સચવાયેલું ભારણ થાય છે મગજ પર હાવી, વર્ષો જૂનો સડેલો બોજ બને છે સંબંધનો દુશ્મન. સબંધનો શત્રુ જીતી બનાવે છે સબંધોને વાસી, વાસી સંબંધ તોડે છે અંતે હૃદયના જોડાણ. લોકકહેવત એકદમ સાચી છે કે, "તમે ગમે તેટલું સારૂ કરશો તો તે વધારે સમય યાદ નહીં રહે, પણ, તમારાથી ભૂલે ચુકે ખરાબ થઈ ગયું તો તે છેલ્લે સુધી યાદ રહેશે."ભગવાને મનુષ્યના મગજની રચના એવી કરી છે કે તે સ્વભાવગત લક્ષણ છે તે ખ્યાલ નથી પણ, આ વાત સાચી જરૂર છે. અને એ વાત પણ સાચી છે કે સારૂ કર્યું હોય તેનું ફળ પણ સારૂ જ મળે, આજે નહીં તો કાલે, મળે જરૂર. લોકો મારા કાર્યના વખાણ કરે એટલે મારે સારૂ કરવું અને જો લોકો મારા કાર્યની કદર ના કરે તો મારે તે છોડી દેવું એવું વલણ અપનાવવું યોગ્ય નથી. લોકોની આપણા કાર્ય કે આપણા પ્રત્યે જે દ્રષ્ટિ હોય તે આપણે આપણી ફરજ ચૂકવી ના જોઈએ. વ્યક્તિનું માનસ એવું છે કે તેની સાથે અણગમતું કાંઈ થયું હોય તો તે ભૂલી શકતો નથી. તેના મગજમાં તે ઘટ...