Store Always Good thing
મગજની રચના પણ છે કેવી નિરાળી!
ખરાબ સાચવી રાખે ને સારૂ ભૂલી જાય.
સચવાયેલું ભારણ થાય છે મગજ પર હાવી,
વર્ષો જૂનો સડેલો બોજ બને છે સંબંધનો દુશ્મન.
સબંધનો શત્રુ જીતી બનાવે છે સબંધોને વાસી,
વાસી સંબંધ તોડે છે અંતે હૃદયના જોડાણ.
લોકકહેવત એકદમ સાચી છે કે, "તમે ગમે તેટલું સારૂ કરશો તો તે વધારે સમય યાદ નહીં રહે, પણ, તમારાથી ભૂલે ચુકે ખરાબ થઈ ગયું તો તે છેલ્લે સુધી યાદ રહેશે."ભગવાને મનુષ્યના મગજની રચના એવી કરી છે કે તે સ્વભાવગત લક્ષણ છે તે ખ્યાલ નથી પણ, આ વાત સાચી જરૂર છે. અને એ વાત પણ સાચી છે કે સારૂ કર્યું હોય તેનું ફળ પણ સારૂ જ મળે, આજે નહીં તો કાલે, મળે જરૂર.
લોકો મારા કાર્યના વખાણ કરે એટલે મારે સારૂ કરવું અને જો લોકો મારા કાર્યની કદર ના કરે તો મારે તે છોડી દેવું એવું વલણ અપનાવવું યોગ્ય નથી. લોકોની આપણા કાર્ય કે આપણા પ્રત્યે જે દ્રષ્ટિ હોય તે આપણે આપણી ફરજ ચૂકવી ના જોઈએ. વ્યક્તિનું માનસ એવું છે કે તેની સાથે અણગમતું કાંઈ થયું હોય તો તે ભૂલી શકતો નથી. તેના મગજમાં તે ઘટના વારંવાર ઘુમરાયા કરે છે. વર્ષોના વર્ષો વીતી જાય તો પણ તે ઘટના એમને એમ સાચવયેલી રહે છે. જ્યાં સુધી લાગ ના મળે ત્યાં સુધી વળતા પ્રહારની રાહ જુએ છે, ત્યાં સુધી તે ઘટના પ્રત્યે અશાંત બનીને જીવે છે. કાશ!તે સારા વ્યવહાર પ્રત્યે પણ વળતા પ્રહારનું વલણ અપનાવી શકે! સામાન્ય રીતે વધારે સમય સુધી સારા પ્રસંગો નથી યાદ રહેતા. વર્ષો સુધી સચવાયેલી કડવી યાદોના બોજ ભલે સડી જાય પણ, તે ભુલાતો નથી. આ સડેલો બોજ પડ્યો-પડ્યો પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે.તે કોઈના કોઈ સ્વરૂપે પોતાના અંદર રહેલી આગને કાઢવા મથતા હોય છે. જયારે તે પોતાની અંદર રહેલી પ્રચંડ આગને બહાર કાઢે ત્યારે તેની જ્વાળામાં સંબંધો હોમાય છે.
જ્યાં સુધી આગ બહાર ના નીકળે ત્યાં સુધી કડવી યાદોનું વાદળ સંબંધો પર છૂટું છવાયું વરસતું જ રહે છે ને ધીમે -ધીમે તેમાં ખટાશ વધવા લાગે છે. અંતે, વાસી થયેલો સંબંધ હૃદયના તાંતણાનું જોડાણ તોડી સંબંધોને પુરા કરી નાખે છે.
આ દુનિયામાં દરેક વ્યક્તિને કોઈના કોઈ પ્રત્યે તો ફરિયાદ હોય જ છે.વેળાસર ફરિયાદનો નિવેડો લાવી સંબંધોને તરોતાજા રાખવા જોઈએ.બની શકે તો ફરિયાદ જ ઓછી હોવી જોઈએ. અહંકારને ઓગાળી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. સામેવાળાના અણગમતા વર્તન માટે ક્યાંક મારું વર્તન તો જવાબદાર નથીને? એવું મનને પૂછવું જોઈએ. ચાલો માની લઈએ કે વગર વાંકે મારી સાથે અનગમતું વર્તન થયું તો તે વ્યક્તિના સારા પાસાને જોવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. આજે નહીં તો કાલે તે વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થશે. આપણી અંદર રહેલી ઉર્જા બીજી વ્યક્તિની ભૂલને કારણે શા માટે વ્યય કરીએ? શા માટે તે ઈશ્વરદત ઉર્જાનો સારા માર્ગે ઉપયોગ ના કરીએ? મનુષ્યગત સ્વભાવને કારણે દુઃખ જરૂર થાય પણ, તેને કુદરત પર છોડી દેવું જોઈએ. કેમકે, કુદરતનો ન્યાય હંમેશા સાચો જ હોય છે.
ધારા મનિષ ગડારા "ગતિ"
English Translation
How unique is the structure of the brain!
Save the bad and forget the good.
Preserved load dominates the brain,
Years old rotten burden becomes the enemy of the relationship.
The enemy of the relationship makes the relationship stale,
Stale relationship breaks heart connection at the end.
The proverb is quite true, "No matter how good you do, it will not be remembered for a long time, but it forgets if it gets worse, it will be remembered till the end." God has designed the human brain in such a way or it's human natural trait that i don't know.but, that is true. And it is also true that if you do well, you will get good results, if not today, then tomorrow.
People praise my work so I have to do well and if people don't appreciate my work I have to give up. This attitude is wrong.We should do our duty no matter what people think of us. The mind of a person is such that he cannot forget if something unpleasant has happened to him. In his mind that event revolves repeatedly. Even though years have passed, the incident remains intact. Waiting for the return attack until chance is found, he lives in a state of restlessness towards the event. I wish he could adopt a counter-attack attitude towards good behavior too! Usually good occasions are not remembered for long. Even if the burden of bitter memories stored up for years rotted away, it is not forgotten. This rotten burden takes on a monstrous form as it remains in brain.
It seeks to extinguish the fire within itself in some form or another. When he puts out the tremendous fire inside him, the relationship burns in his flame.
Until the fire comes out, a cloud of bitter memories continues to fall on the relationship and gradually it starts to grow sour. In the end, a broken relationship breaks the cord of the heart and ends the relationship.
In this world, everyone has a complaint against someone. The relationship should be kept fresh by resolving the complaint in a timely manner. If possible, the complaint should be less. The ego should dissolve and introspect. Isn't my behavior responsible for the disgusting behavior of the other person? That is what the mind should ask. Let's assume that if I am treated unfairly without any curve, I should cultivate the vision to see the good side of that person. If not today, then tomorrow the person will realize his mistake. Why waste the energy inside us because of another person's mistake? Why not use that God-given energy in a good way? Even if suffering is due to human nature, it should be left to nature. Because the justice of nature is always right.
Dhara Manish Gadara "Gati"
Comments
Post a Comment